આગામી ૯મી ઑગસ્ટે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે*

*આગામી ૯મી ઑગસ્ટે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે*



*બે વિધાનસભા દીઠ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વ્યારાના ચીખલવાવ અને ઉચ્છલના બાબરઘાટ ખાતે યોજાશે*

*કાર્યક્રમના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

*ગુજરાત આત્મીયતા બ્યુરો, તાપી તા. 06*

આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે તાપી જિલ્લાના કલેક્ટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ વર્ષે ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂયે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે. તાપી જિલ્લાની બે વિધાનસભા દીઠ વ્યારા વિધાનસભાનો કાર્યક્રમ વ્યારા તાલુકાના ચીખલવાવ હેલીપેડ અને નિઝર વિધાનસભાનો કાર્યક્રમ ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાશે.

અધ્યક્ષસ્થાનેથી કલેકટર ડો.વિપિન ગર્ગે આ બંને સ્થાળોએ વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે આયોજન કરવા સુચના આપી હતી.દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય,સ્વચ્છતા, સુરક્ષા,ટ્રાફિક નિયયમન,પીવાનું પાણી,વીજળી, એલઇડી સ્ક્રિન,મંડપ,મહાનુભાવોની બેઠક વ્યવસ્થા,લાભાર્થીઓ અને અન્ય જનમેદની માટેની બેઠક વ્યવસ્થા સહિત કાર્યક્રમોના રૂઠ નક્કી કરવા,લાભાર્થીઓ માટે વાહનો સહિતની આનુશાંગિક વ્યવસ્થાઓ પર ભાર મુકી જરુરી કામગીરી કરવા સંબધિત અધિકારીઓ અને વિભાગોને સુચના આપી હતી.

વધુંમાં વિશ્વ આદિવાસી દિને કરવાના થતા વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહર્ત, લોકાર્પણની યાદી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ,સન્માન પાત્ર વ્યક્તિઓ,વિદ્યાર્થીઓની યાદી સત્વારે મેળવી લેવા સંબધિત વિભાગોને સુચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી,જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ,પ્રાયોજના વહિવટદારશ્રી જયંતસિંહ રાઠોડ,નિવાસી અધિક કલેકટરશ્રી આ.આર.બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल