સંસ્કૃત સપ્તાહ ત્રિ-દિવસીય આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રોટોકોલ વિભાગના ડે.કલેકટરશ્રી એ.પી.ગોહિલ અધ્યક્ષતામાં આયોજન સમિતિની બેઠક મળી હતી.

બેઠકમાં આગામી તા.૬થી ઓગસ્ટ-૨૦૨૫ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાનાર છે.

યાત્રામાં શાળા-મહાશાળાઓના વિદ્યાર્થીઓ સંસ્કૃત ટેબ્લો, વેશભૂષા, રાસ-ગરબા, ગીતો તથા વેદમંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરશે. ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ, પ્રાચીન ભારતની ધરોહર અને સંસ્કૃત ગુરૂકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત સાહિત્ય જેવી વિષયવસ્તુ રજૂ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને યાત્રામાં જોડાઈ સંસ્કૃતના ગૌરવમય ઉત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.






