તાપી :- જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉકાઇ, ગુણસદા જે. કે. પેપર મીલ નાં રહેણાંક વિસ્તારમાં કદાવર દિપડો શિકારની શોધમાં રખડતો પાંજરે પુરાયો હતો..

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉકાઇ, ગુણસદા જે. કે. પેપર મીલ નાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વન્ય પ્રાણી દીપડા ની અવર-જવર નજરે પડતાં. મેં. નાયબ વન સંરક્ષક શ્રી સચીન ગુપ્તા સર વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જ નાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી.ચિરાગ.કે.અજરા ઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડા ને પકડવા માટે શ્રી કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તે વન્ય પ્રાણી દિપડો તારીખ 18 જુલાઈ શુક્રવારનાં રોજ ગત રાત્રિ ના 10.30 કલાકે 8થી 9મહિના નો વન્ય પ્રાણી દિપડો સિકારની શોધમાં પાંજરે પુરાયો જેને બીટ ગાર્ડ શ્રી કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે તબા હેઠળ લઈ. ખેરવાડા રેન્જ નાં જંગલ વિસ્તાર માં મુક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ઉકાઇ , સોનગઢ  : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल