
તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ટીમે રજનીકાંતના મુવી THALAIVAR 171 તથા અલગ અલગ આવનાર લેટેસ્ટ બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, ફરીયાદી પાસે ફિલ્મમાં કાસ્ટ થવા માટે અલગ અલગ બનાવટી કોન્ટ્રાકટો પેટે નાણા મેળવી સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર અને દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં વોન્ટેડ સાયબર ઠગને પકડી પાડયો છે.

તાપી જિલ્લામાં એક દિકરીને રજનીકાંતના મુવી Thalaival 171 મુવીમાં ચાઈલ્ડ એક્ટર તરીકેનુ કામ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે બનાવટી કોન્ટ્રાકટ તેમજ કોર્ટના ખોટા સ્ટેમ્પડયુટી લેટરો તથા વિમાનયાત્રાની ટીકીટો મોકલી આપી, વ્હોટસએપ વિડીયોકોલ તથા ઓડીયોકોલમાં વાતચીત કરી બેંકના ક્યુઆર કોડના સ્કેનર મોકલી બેન્ક એકાઉન્ટોમાં અલગ અલગ ટ્રાન્જેકશનો મારફતે કુલ 11 લાખ રૂપિયા ની સુરેશકુમારનુ નામ ધારણ કરનાર અજાણ્યા ઈસમે છેતરપીડી કરી હતી . જે બસ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને વેરીફાઈ કરી આરોપી હર્ષદ આનંદ સપકાલ ની અટકાયત કરી હતી.તેમજ આ આરોપી અલગ અલગ રાજ્યના દસ જેટલા ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જાણવા મળેલ છે.ત્યારે આ અંગે DYSP દ્વારા માહિતી આપવામાં આવી છે.






