હિમતનગર બી ડીવીઝન પો. સ્ટે. વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧.૫૭૬ કિ.ગ્રા.ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ..

હિમતનગર બી ડીવીઝન પો. સ્ટે. વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧.૫૭૬ કિ.ગ્રા.ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબનાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ થતું અટકાવવા “SAY NO TO DRUGS* મિશન અંતગર્ત નાર્કોટીક્સના પદાર્થોનુ ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ડી.સી. સાકરીયા પો.ઇન્સ. એસ.ઓ.જી. સાબરકાંઠાનાઓને સુચના કરવામાં આવેલ. જે સુચના અન્વયે તા.૧૧/૦૭/૨૦૨૫ના રોજ અ.હે.કોન્સ ભાવેશકુમાર રામજીભાઈ બ.ન.૫૬૨ તથા આ.પો.કો. રોહિતકુમાર બાબુભાઈ બ.ન.૬૬૬નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત અન્વયે માલીવાડાના છાપરીયા, તા. હિંમતનગર, જી સાબરકાંઠા ખાતેથી નીચે જણાવેલ આરોપીને કબજા ભોગવટાના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી હિંમતનગર બી ડીવીઝન પો. સ્ટે. નાર્કોટીક્સ લગત ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

અ.નં १

કબજે લીધેલ વસ્તુ

માદક પદાર્થ ગાંજો

વજન/ સંખ્યા

૧.૫૭૬ કિ.ગ્રા.

કિંમત રૂપિયા

રૂ.૧૫૭૬૦/-

આરોપીનું નામ:-

ભાવેશકુમાર જગદિશભાઈ ઓડ રહે. માલીવાડાના છાપરીયા, તા. હિંમતનગર, જી સાબરકાંઠા

ગુજરાત આત્મીયતા ન્યુઝ : હિંમતનગર 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल