ભારતીય રેલવેમાં ૫૦,૦૦૦થી વધુ નવી ભરતીની યોજના: ૨૦૨૫-૨૬માં મોટો અવસર

*ભારતીય રેલવેમાં ૫૦,૦૦૦થી વધુ નવી ભરતીની યોજના: ૨૦૨૫-૨૬માં મોટો અવસર*

ભારતીય રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે મંત્રાલયે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં ૫૦,૦૦૦ થી વધુ નવી ભરતી કરવાની યોજના બનાવી છે. આ પહેલથી દેશભરના યુવાનોને રોજગારીની મોટી તકો મળશે.

ભરતી પ્રક્રિયા અને આંકડા:

* વર્તમાન ભરતી જાહેરાતો: રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા નવેમ્બર-૨૦૨૪ થી અત્યાર સુધીમાં ૫૫,૧૯૭ ખાલી જગ્યાઓ ભરવા માટે કુલ સાત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે.
* અરજીઓ: આ જગ્યાઓ માટે ૧.૮૬ કરોડ થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, જેના માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
* નિમણૂક પત્રો: આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૯,૦૦૦ થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.
* ભવિષ્યની યોજના: રેલવે ભરતી બોર્ડે ૧,૦૮,૩૩૨ ખાલી પદો પર ભરતી કરવા માટે ૨૦૨૪ થી અત્યાર સુધીમાં કુલ ૧૨ નોટિફિકેશન જાહેર કર્યા છે. ૨૦૨૬-૨૭ સુધીમાં વધારાની ૫૦,૦૦૦ નિમણૂક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

પારદર્શિતા અને સુવિધાઓ:

* e-KYC આધારિત પ્રમાણીકરણ: ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે મંત્રાલયે e-KYC આધારિત આધાર પ્રમાણીકરણની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં ઓળખ પ્રમાણિત કરવામાં ૯૫ ટકાથી વધુ સફળતા મળી છે.
* પરીક્ષા કેન્દ્રો: મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે, તેમને ઘરની નજીક જ પરીક્ષા કેન્દ્રો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
* કોપી રોકવા પગલાં: પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં પરીક્ષા કેન્દ્રો પર જામર લગાવવામાં આવશે.

રેલવેની આ નવી ભરતી પ્રક્રિયા ટેકનોલોજીનો લાભ ઉઠાવીને ભરતી પ્રક્રિયામાં સુધારો લાવી રહી છે, જેથી ઉમેદવારોને વધુ પારદર્શક અને સુવિધાજનક અનુભવ મળી સકશે..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल