ભાવનગર સૌરાષ્ટ્ર સરકારને તા.૧-૦૩-૧૯૪૮ના રોજ વિધિવત સોંપાયું તે પહેલાં નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીએ ઘણી અગત્યની પ્રજાલક્ષી જાહેરાતો કરી હતી.જે નીચે મુજબ છે.
.
૧.(૧,૦૦,૦૦૦) – ગ્રામ સુધારણા ટ્રસ્ટ કરવા.
૨.(૧૬,૦૦,૦૦૦) – ભાવનગર મ્યુનિસિપાલટીને.
૩.(૩,૦૦,૦૦૦) – મહુવા, કુંડલા,બોટાદ,મ્યુનિસિપાલને દરેકને ૧ લાખ.
૪.(૫,૦૦,૦૦૦) – જે. સી. કુમારપ્પાની યોજના મુજબ ગ્રામ ઉદ્યોગ માટે.
૫.(૫,૦૦,૦૦૦) – પુ. મહાત્મા ગાંઘી મંદિર માટે
૬.(૧,૦૦,૦૦૦) – પુ. મહાત્મા ગાંઘી સ્મારક ફંડ માટે.
૭.(૨૦,૦૦,૦૦૦) – ખેડૂતોના પાછલા લેણાં તથા ભાયાતો અને મૂળ ગિરાસદારો વગેરેના ધિરેલ લોન માંડીવાળવાનાાં (માફ કરી દીધા).
૮.(૫,૦૦,૦૦૦) – પુ. મહાત્મા ગાંધીના સ્મરણ અર્થ તેમણે સુચવેલ રચનાત્મક કાર્યક્રમ લક્ષમાં રાખી પ્રજા ઘડતરના કાર્યો માટે.
૯.(૧,૦૦,૦૦૦) – દલિતો માટેના કાર્યો માટે.
રાજ સોંપતી વેળાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સંપતિ ભેગી નહોતી કરી પણ પ્રજામાં દાન કરી હતી.
આ દેશ આઝાદ થયો ત્યારે 1800 પાદર નું ભાવનગર નું રાજતંત્ર રજવાડું અખંડ ભારત માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને પહેલું રજવાડું આપનાર સમર્પિત કરનારા પ્રજાવત્સલ રાજવી નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ હતાં






