ગંભીરા બ્રિજ દુર્ઘટના ત્રીજો દિવસ,મૃતદેહોની શોધખોળ અંતિમ તબક્કામાં…

૦૨ ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ, અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા…

નદીમાં ૯૮%ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ અને પાણીમાં સોડા એશ ફેલાવાને કારણે સખત બળતરા વચ્ચે ટીમ સતત કાર્યરત,સલ્ફ્યુરિક એસિડના ટેન્કને નિષ્ક્રિય કરવાની અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરાશે






