“ફ્લેગશિપ યોજનાઓ” વિષ “ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્લેગશિપ યોજનાઓ પર માય ભારત-વલસાડ દ્વારા બી. કે.એમ. સાયનસ કોલેજ ખાતે વર્કશોપ યોજાયો


______________________________ 
કાર્યક્રમ માં 90 થી વધુ સહભાગીઓએ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી


_____________________________

વલસાડ : રમત ગમત મંત્રાલય દ્વારા આયોજિત
“ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 08 જુલાઈ 2025 ના રોજ બી. કે.એમ.સાયનસ કોલેજ, વલસાડ ખાતે “ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 90 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. વર્કશોપ દરમિયાન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ, તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના આચાર્ય શ્રી તખતસીંહ સાહેબ તેમજ જીગીષાબેન પટેલ દ્વારા “મહિલા બાળ વિકાસ” ની યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને યુવાનોને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માય ભારત-વલસાડ જિલ્લાના યુવા અધિકારી શ્રી સચિન શર્માએ “માય ભારત પોર્ટલ” વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને યુવાનોને આ પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. ઉપસ્થિત અન્ય અધિકારીઓ દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહેમાન તરીકે નાણાકીય સાક્ષરતા વિભાગના ડાઈરેક્ટર શ્રી આકાશભાઈ કોઠારી, શ્રીમતી સાગુનાબેન પટેલ તથા શ્રી મહેશભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રીમતી જીગીષાબેન પટેલ અને કેશ વર્કર સુલોચનાબેન ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંશોધન અધિકારી શ્રી સંદીપભાઈ આહિર, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા સંયોજક શ્રી ભાવીન પટેલ, તેમજ બી.કે.એમ. સાયનસ કોલેજ ના આચાર્ય શ્રી તખતસીંહ સાહેબ ઉપસ્થિત હતા.

આ કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત-વલસાડના જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક શ્રી હેતલ શર્મા , અદિતિ પટેલ, જયવંદન અને મીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ યુવાનો માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યો હતો, જે તેમને ભવિષ્યમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવામાં મદદરૂપ થશે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ વલસાડ : તંત્રી : હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल