બારડોલી :- શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતામાં પ્રી . પ્રાઇમરી વિભાગમાં ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની ઉજવણી

*બારડોલી :- શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતામાં પ્રી . પ્રાઇમરી વિભાગમાં ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની ઉજવણી .*


અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂજાનો દિવસ જેને ગુરુપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.
ગુરુ એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. પ્રાચીન કાળમાં ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ પણ ગુરુ આશ્રમમાં રહીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યું. બાળકો ભારતીય પરંપરાથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિને ઓળખે તે હેતુથી શાળામાં ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં નાના ભૂલકાઓ વેદવ્યાસ વશિષ્ઠ ,દ્રોણાચાર્ય, એકલવ્ય જેવા ગુરુ- શિષ્ય ની વેશભૂષામાં આવ્યા હતા તેમજ નાની બાળાઓ ગુરુમાતાની વેશભૂષામાં આવી હતી. જેમકે બાળકના જીવનમાં પ્રથમ ગુરુ માતા હોય છે. નાના બાળકોએ ખૂબ જ સુંદર શ્લોક નું ગાન પણ કર્યું હતું તેમજ ગુરુપૂર્ણિમા વિષય પર ખુબ સરસ સ્પીચ રજૂ કરી હતી. તથા શિક્ષકો દ્વારા બાળકોને ગુરુ નું શું મહત્વ છે એના વિશે સમજૂતી આપવામાં આવી હતી. તે બદલ શાળાના આચાર્યશ્રી દીપીકાબેન દેસાઈ ,મોતા ટ્રસ્ટના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ તથા મોતા કેળવણી મંડળના સર્વ સદસ્યોએ સૌને શુભેચ્છા પાઠવી હતી.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : મોતા : તંત્રી : હિમાંશુ ઠાકોર : Mo : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल