બિહારમાં એક જ પરિવારના 5 સભ્યોને જીવતા સળગાવી દેવાયા, મેલી વિદ્યાની શંકા
Published By : 07 July, 2025 : Bihar
Gujarat Aatmiyata News : બ્યૂરો ટીમ
બચી ગયેલા કિશોરે પોલીસને જણાવ્યું કે ગામનો એક બાળક ગંભીર રીતે બીમાર પડતાં તણાવ શરૂ થયો હતો. ગામલોકોએ તેની દાદી કટો દેવી પર મેલીવિદ્યાનો આરોપ લગાવતા કથિત રીતે દોષારોપણ કર્યું હતું. રવિવારે રાત્રે, એક ટોળાએ પરિવાર પર હુમલો કરી તેમને બંધક બનાવ્યા.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

(2) પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
બિહારના પૂર્ણિયા જિલ્લામાં શંકાસ્પદ કાળા જાદુની એક ભયાવહ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. તેત્મા ગામમાં થયેલી હત્યાના સંદર્ભમાં બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ગામમાં તાજેતરમાં એક બાળકના મૃત્યુ પછી કાળા જાદુના આરોપો બાદ આ ગુનો થયો હતો.
અહેવાલો અનુસાર, ગામલોકોએ સામૂહિક રીતે ગુનાના સ્થળથી એક કિલોમીટર દૂર પાંચેય મૃતદેહોને લઈ જઈને JCB મશીનનો ઉપયોગ કરીને દફનાવી દીધા હતા. પરિવારનો એક કિશોર છોકરો ભાગી જવામાં સફળ રહ્યો અને સોમવારે બિહાર ની જીલ્લા પોલીસને ગુનાની જાણ કરી. બાદમાં અધિકારીઓએ ડોગ સ્ક્વોડની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા. પીડિતોની ઓળખ 70 વર્ષીય મૌસમત કટો દેવી, 50 વર્ષીય બાબુલાલ ઉરાવ, તેમની 40 વર્ષીય પત્ની સીતા દેવી, તેમના 20 વર્ષીય પુત્ર મનજીત કુમાર અને 18 વર્ષીય પત્ની રાની દેવી તરીકે થઈ છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી :- હિમાંશુ ઠાકોર 9016924808 (ક્રાઈમ રિપોર્ટ બિહાર)






