[07/07, 2025/ 3:19 pm] Editor By : Himanshu Thakor .: UAE Golden Visa News : મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે.

ગોલ્ડન વિઝા રુલ ચેન્જ
અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એક રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો હતો. તેનું મૂલ્ય ઓછામાં ઓછું રૂ. 4.66 કરોડ હોવું જોઈતું હતું અથવા તો યુએઈમાં સંચાલિત વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની શરત હતી.પરંતુ હવે લાભાર્થીઓ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ રૂ. 23.30 લાખની ફી ચૂકવીને આજીવન UAE ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે.

5000થી વધુ ભારતીયો કરશે અરજી
તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં 5,000 થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત વિઝા માટે અરજી કરશે. આ વિઝા ટેસ્ટના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં નોમિનેશન-આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે Raed Group નામની કન્સલ્ટન્સીની પસંદગી કરવામાં આવી
[07/07, 5:45 pm] Editor By : Himanshu Thakor : UAE : Gujarat Aatmiyata News : 9016924808






