Breaking News : ભારતે અમેરિકા, ચીન, યુકેને સહિત G20 દેશોને પાછળ છોડી દીધાં છે., ભારત દેશનો સમગ્ર વિશ્વસ્તરે ડંકો વાગ્યો..
વિશ્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ભારત 25.5 ના ગિની ઇન્ડેક્સ સાથે વૈશ્વિક સ્તરે સૌથી સમાન સમાજોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. 2011-12 અને 2022-23 વચ્ચે અસમાનતામાં ઘટાડો થયો છે, જેના કારણે ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન આવક જૂથ બન્યો છે. ભારતે અમેરિકા, ચીન અને અન્ય વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે.
Breaking News : ભારતે અમેરિકા, ચીન, યુકેને સહિત G20 દેશોને છોડી દીધા પાછળ, ભારત મા અનેક વિવિધ યોજનાઓ થકી મળતા લાભે દેશનો વિશ્વસ્તરે ડંકો વાગ્યો
Gujarataatmiyata.in| Updated on: Jul 06, 2025 | 3:19 PM
વિશ્વ બેંક રિપોર્ટ- વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારત હવે વિશ્વના સૌથી સમાન આવક ધરાવતા સમાજોમાંનો એક બની ગયો છે. ગિની ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 25.5 નોંધાયેલ છે, જે તેને વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. ભારત હવે સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસ જેવા દેશો પછી આવક સમાનતામાં આગળ છે. આ આંકડા માત્ર ભારતની આર્થિક પ્રગતિને પ્રતિબિંબિત કરતા નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે આ પ્રગતિ તમામ વર્ગો સુધી સમાન રીતે પહોંચી રહી છે.
ગરીબી નાબૂદી, નાણાકીય સમાવેશ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી સરકારી યોજનાઓની અસરકારકતાને આ સફળતા પાછળ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 2011માં ભારતનો ગિની સ્કોર 28.8 હતો, જે હવે ૨૫.૫ થઈ ગયો છે, એટલે કે, દેશે સમાવેશી વિકાસ તરફ મજબૂત પ્રગતિ કરી છે. ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની વિવિધ યોજના હેઠળ જન જન સુધી વિકાસ ના માર્ગ તૈયાર થયા સામાન્ય મા સામાન્ય નાગરિક ને લાભ મળે છે અને દેશનું કુશળ વિઝનરી નેતાગીરી. રાજ નૈતિક ઈચ્છા શકિત તેમજ વિદેશી નિતિ . દેશના નાગરિકો ની સુરક્ષા મામલે વિશ્વ ની પરવાહ કર્યા વગર એક પરમાણુ સંપૂર્ણ દુશ્મન દેશ ઉપર સચોટ નિણાયક ઓપરેશન સિંદુર જેવી મોતી કાર્યવાહી કરવી વગેરે કારણોસર ભારત નો સમગ્રવિશ્વસ્તરે ડંકો વાગ્યો છે.. હવે ભારતમા છેલ્લા 12 વર્ષ થી ઘણુ બદલાયું છે એ વિશ્વાસ સાથે વિશ્વે ઉજાગર કર્યું છે..






