દક્ષિણ ગુજરાતની નદીઓ બની ભયજનક, નવસારી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત

: દક્ષિણ ગુજરાતની નદીઓ બની ભયજનક, નવસારી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત, જુઓ આકાશી દ્રશ્યો
નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીમાં પાણીનું સ્તર 23 ફૂટને પાર કરી ગયું છે.
Breaking News : દક્ષિણ ગુજરાતની નદીઓ બની ભયજનક, નવસારી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત, 
Gujrat Aatmiyata News | Updated on: Jul 06, 2025 | 6:50 PM :  રીપોર્ટર ( જયપાલસિંહ પરમાર) 
નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સંપૂર્ણા નદીમાં સતત પાણીની આવકથી જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને સ્થિતિ ગંભીર બનતાં સ્થાનિકોએ ભેંસત ખાડા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ગોટલી માતા અને ભક્તિ માતાની મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભેંસત ખાડા, ગધેવાન, રીંગરોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોના રહીશો હંમેશાં સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- નવસારી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल