[06/07, 8:12 pm] Editor :- Himanshu Thakor .: ભક્તિ શાંતિ, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિનો સમય એટલે પવિત્ર ચાતુર્માસનો આજથી પ્રારંભ – CHATURMAS
આ ચાર મહિના ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.
પવિત્ર ચાતુર્માસનો આજથી પ્રારંભ
Gujarat Aatmiyata News : Team Published By: July 6, 2025
Surat : આજથી પવિત્ર ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઉજવવામાં આવે છે. ચતુર્માસ દરમ્યાન સનાતન ધર્મના મોટાભાગના મહત્વના અને મોટા તહેવારો પણ આવતા હોય છે. ચતુર્માસમાં ધર્મ કાર્યો અને ભગવાનની ભક્તિમાં લિંન થઈ શકાય તે પ્રકારના આયોજનો થતા હોય છે. ચાર મહિના ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોવાથી આ મહિના દરમિયાન કરવામાં આવેલી ભક્તિ પૂજા અને અર્ચન કોઈ પણ ભક્ત માટે કલ્યાણકારી માનવામાં આવ્યું છે.
ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે: આ ચાર મહિના સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાગરમાં શયન કરતા હોય છે, જેને કારણે આ ચાર મહિના ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ચાર મહિના સુધી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો કે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય તે પ્રકારે ધર્મસ્થાનોમાં આયોજન થતું હોય છે. ચાતુર્માસ દરમિયાન ધર્મ આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવેલી આધ્યાત્મિકતા દ્વારા કોઈ પણ વ્યક્તિ પવિત્ર શાંતિ પણ પ્રાપ્ત કરતો હોય છે, જેથી વધુમાં આ સમય દરમિયાન વાત અને પિત્ત પ્રકોપનું પણ ખૂબ ઉપદ્રવ જોવા મળતુ હોય છે, જેથી ચાતુર્માસ દરમિયાન લીલા શાકભાજીનો ઉપયોગ કરીને ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસનું પાલન કરવામાં આવે તો વ્યક્તિની તંદુરસ્તી પણ એકદમ મજબૂત બનતી હોય છે જેથી ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે. આ ચાર મહિના કોઈ પણ શ્રી -હરી વિષ્ણુના ભક્તો માટે ખૂબ જ મહત્વના જોવા મળે છે. આ મહિના દરમિયાન સાધુ સંતો વિશ્રામ કરવા માટે પોતાની જગ્યા પર પહોંચી જાય છે અને ચાર મહિના એક જ જગ્યા પર શ્રી હરિ વિષ્ણુની ભક્તિમાં પસાર કરતા હોય છે.
CHATURMAS : ATMIYATA : DAS NA DAS

( કોઈ આત્મીય બને કે ન બને હે પ્રભુ મારે આત્મીયતા થી જીવવું જ છે હે સ્વામિ મને આત્મીય બનાવશોજી ) : (હરિપ્રસાદ સ્વામીજી )Hariasram : Baroda : 
Bakrol AVD ( એક નાનો પ્રસંગ)
[06/07, 8:15 pm] Himanshu Thakor .: *દાસત્વ તો એક પ્રબોધસ્વામીનું !*
વર્ષો પહેલાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીશ્રી ઉપલેટા પધાર્યા હતાં.
ત્યારે સાધકોએ સ્વામીજીને પ્રાર્થના કહેવડાવી કે, “સ્વામીજી! આ ગામ ગુણાતીતાનંદસ્વામીજીનું ગોકુળિયું ગામ છે. અહીંયાં લાલાભાઈ અને અરજણભાઈ જેવા ભક્ત હતા. એ ભક્તો ગુણાતીતાનંદસ્વામીજીના કૃપાપાત્ર હતા, પ્રસન્નતાના પાત્ર હતા અને દાસત્વભક્તિને વરેલા હતા તો સ્વામીજી! આપ કૃપા કરો કે અમારા જીવનમાં પણ એવી દાસત્વભક્તિ પ્રગટે.”
*ત્યારે સ્વામીજી કોઈપણ જાતનાં રેફરન્સ વિના અચાનક કહે, “દાસત્વ તો એક પ્રબોધસ્વામીનું!”*
પછી સ્વામીજી બોલ્યા, “Unparallel in the history of spirituality!”
પછી સ્વામીજી બોલ્યા, “None can compete.”
*“દાસત્વભક્તિ એ ગુણાતીત સાધુનું લક્ષણ છે.” અને એ દાસત્વ ગુરુહરિ સ્વામીજીએ આપણને એમણે બક્ષિસમાં આપવું છે.*

આત્મીયતા : જય સ્વામીનારાયણ






