એક સામાન્ય ગુના મા સામાજિક અગ્રણી અને ટ્રસ્ટી ની અડધી રાતે અટકાયત કરીને પાસા કરી અમદાવાદ જેલ માં મોકલવામાં આવે એ પોલીસ પ્રસાશન ની આ કામગીરી કેટલી યોગ્ય ???
રાજકોટ શહેર માં રહેતા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ ના અગ્રણી શ્રી પી. ટી. જાડેજા ની ગઈકાલે રાતે રાજકોટ પોલીસ દ્રારા એક સામાન્ય બોલાચાલી ના ગુના મા અટકાયત કરવામાં આવે અને બીજે દિવસે પાસા કરી અને રાજકોટ થી સીધા સાબરમતી જેલ અમદાવાદ મોકલવામાં આવે આ પોલીસ પ્રસાશન ની કેવી કામગીરી છે ?
*ક્ષત્રીય અસ્મિતા આંદોલન ના કોર કમિટી ના સભ્ય અને હર હમેશ પોતાની વાતો બેબાકપણે નીડરતાપૂર્વક સમાજ અને લોકો સમક્ષ રાખનાર પી. ટી જાડેજા ઉપર ક્ષત્રિય અસ્મિતા આંદોલન નો રાજકીય દ્વેષભાવ રાખી ને એમની સામે સામાન્ય બાબત માં પાસા જેવી કલમો ઉમેરી અને ધરપકડ થઈ હોય એ સ્પષ્ટ દેખાય છે.*
રાજકોટ ખાતે મંદિર ની પૂજા જેવી સામાન્ય બાબતે કોઈના કહેવાથી ગુનો દાખલ કરવામાં આવે, અડધી રાતે ધરપકડ કરવામાં આવે અને બીજે દિવસે પાસા હેઠળ અમદાવાદ જેલ માં મોકલવામાં આવે જે તદન અયોગ્ય અને પોલીસ પ્રસાશન સામે પ્રશ્નાથ ઊભો કરે છે ???
આજરોજ આ બાબતે પી ટી જાડેજા ના સમર્થન માં રાજકોટ ક્ષત્રિય સમાજ દ્રારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.. સોમવારે સુરેન્દ્રનગર ખાતે પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
લોકશાહી માં કાયદો કાયદા નું કામ કરે એ સમજ્યા પણ લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલન નેતૃત્વ કરનાર પીટી જાડેજા ને માત્ર રાજકીય દ્વેષભાવ અને કિન્નાખોરી થી એમને હેરાન કરવા માટે આ ગુના મા ખોટી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોય એ સ્પષ્ટ ખ્યાલ આવે છે
ભવિષ્ય મા.. લોકશાહી અને પ્રસાશન ની કામગીરી ઉપર દરેક સમાજ નો વિશ્વાસ ટકી રહે એ ખુબજ જરૂરી છે અને એ માટે ગુજરાત સરકાર દ્વેષભાવ થી નહીં પણ આ મુદે યોગ્ય ન્યાયિક તપાસ કરીને પીટી જાડેજા ઉપર લાગેલ પાસા ની ખોટી કલમ રદ કરીને આ સામાન્ય ગુના મા જામીન આપવામાં આવે અને પીટી જાડેજા ને ખોટી રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં જે પણ જવાબદાર વ્યકિત હોય એની સામે સખત કાર્યવાહી કરે એ ખુબજ જરૂરી છે અને રાજપૂત ક્ષત્રિય સમાજ ના દરેક વ્યકિત ની માંગ પણ છે.
આ બાબતે ગુજરાત સરકાર તાત્કાલિક યોગ્ય પગલા લે અને જે પણ દૂધ નું દૂધ અને પાણી નું પાણી છે એ સ્પષ્ટ કરે અને જે પણ રાજકીય નેતાઓ ના રાજકીય દ્વેષભાવ થી પોલીસ પ્રસાશન દ્રારા આ અયોગ્ય અને બિનજરૂરી પગલા લેવામાં આવ્યા છે એમને પણ ભવિષ્યમા આ દેશના સામાન્ય નાગરિક નું હિત, સુરક્ષા જળવાય અને લોકો નો વિશ્વાસ કાયમી બની રહે એવી કામગીરી રાજપૂત ક્ષત્રિય સમાજ ની સત્તાધારી પક્ષ સરકાર પ્રશાસન પાસે માંગણી કરાઈ છે..
આમતો ગુજરાત માં ઘણા અનેક આદોલનો થયા છે અને થતા આવ્યા છે : ચાલુ પ્રશાસન મા કેટલાક રાજકીય નેતાઓ બળાત્કાર અને દારૂ વેચાણ જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ છે. તો કેટલા સામાજિક રાજકીય નેતા તડીપાર પણ થયા છે. ગુજરાતમાં એક mla તો વર્ષોથી વોન્ટેડ અને તેના પર તો 100 થી પણ વધુ મર્ડર .ખંડણી . જમીનના કબજા કરવા જેવા અનેક ગંભીર કેસો છે જે સમગ્ર ગુજરાતમાં ગુનાહિત ધારાસભ્યમાં નું લિસ્ટમા એક નંબર પર નામ આવે છે.. અને કેટલી વખત ધારાસભ્ય બન્યા તો એમને આજ દિન સુધી કેમ પાસા ની કાર્યવાહી કે ધરપકડ કરાય નથી ગુજરાત ના સત્તાધારિ પક્ષ પાર્ટી દ્વારા પ્રશાસન દૂર ઉપયોગ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો ને ડરાવવા ધમકાવવા માનસિક રીતે મનોબળ તોડવા માટે મોટું ષડયંત્ર રચી ટાર્ગેટ કરવામાં આવે છે
*ગુજરાત આત્મીયતા ન્યૂઝ*






