કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આણંદ ખાતે દેશની પ્રથમ ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’નું ભૂમિપૂજન કર્યું

દેશના સહકારી ક્ષેત્ર માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે.

 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આણંદ ખાતે દેશની પ્રથમ ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’નું ભૂમિપૂજન કર્યું હતું.

આ યુનિવર્સિટીને સહકારી ચળવળના પિતામહ આદરણીય ત્રિભુવનદાસ પટેલ – ત્રિભુવન કાકાનું નામ આપીને દેશે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

હજી તો ગયા માર્ચ મહિનામાં આ યુનિવર્સિટીનું વિધેયક લોકસભામાં પસાર થયું હતું, અને માત્ર ચાર મહિનામાં જ તેનો શિલાન્યાસ થયો છે.

આ વર્ષે જ્યારે આપણે લોહપુરુષ સરદાર પટેલના 150મા જન્મજયંતી વર્ષ તેમજ ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ’ની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ યુનિવર્સિટીના નિર્માણનો પ્રારંભ થવો એક સુભગ સંયોગ છે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સહકારિતા ક્ષેત્રના એક નવા યુગનો પ્રારંભ થયો છે, ત્યારે આ યુનિવર્સિટી સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્ધારણ, રિસર્ચ, ઈનોવેશન, ડેટા એનાલિસિસ જેવા આયામો ઉમેરીને નવા યુગના સહકારી આગેવાનો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

#TribhuvanSahkariUniversity  : ગુજરાત આત્મીયતા ન્યૂઝ : આણંદ : તંત્રી : હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल