શનિવારે તારીખ- 05/07/2025 ના રોજ મામલતદાર શ્રી ની અધ્યક્ષતામા તાલુકા સેવા સદનમાં તાલુકા સંકલનની મીટીંગનુ આયોજન થયુ. જેમાં આ મિટિંગમાં કામરેજ તાલુકાના દરેક વિભાગના SUDA, RNB, ગુજરાત ગેસ, GEB, ડ્રેનેજ વિભાગ, વગેરે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી દરેક વિભાગના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરી.

તથા લોકોના આવેલ પ્રશ્નોના નિરાકરણ અને કામરેજ રસ્તાથી ચારેય બાજુના રોડ પરના કચરાની રોજ સફાઇ કરવા બાબતે TDO શ્રી ને ધ્યાન દોર્યું. અને કામરેજ તાલુકાની ખાડીઓમા પુર આવવા બાબતે ચાલુ ચોમાસામાં વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ચોમાસા બાદ કામરેજ તાલુકાની બધી ખાડી પરના ગેર કાયદેસર દબાણો, ખાડી પર સરકારી તંત્રની મંજૂરી લીધા વગર ગેર કાયદેસર બનાવેલા નાળાઓ, અને લાંબા બુમના હિટાચી મશીનથી સમગ્ર કામરેજ તાલુકાની બધી ખાડીઓ ઊંડી કરી સફાઈ કરવા બાબતો પર રજુઆત કરી.
-રમેશ શિંગાળા,
નેતા શાસક પક્ષ
કામરેજ તાલુકા પંચાયત
મો- 9898963838

મિટિંગમાં કામરેજ તાલુકાના વિવિધ પ્રશ્નો સમસ્યા અંગે મામલતદાર કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા લેખિત મા રજુઆત કરી છે..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કામરેજ






