ફ્લેગશિપ યોજનાઓ પર માય ભારત-સુરત દ્વારા જે.બી. ધારુકા કોલેજ ખાતે વર્કશોપ યોજાયો.

ફ્લેગશિપ યોજનાઓ પર માય ભારત-સુરત દ્વારા જે.બી. ધારુકા કોલેજ ખાતે વર્કશોપ યોજાયો


______________________________
કાર્યક્રમ માં 70 થી વધુ સહભાગીઓએ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી
_____________________________
સુરત: યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત, સુરત દ્વારા તારીખ ૦૫ જુલાઈ 2025 ના રોજ જે.બી. ધારુકા કોલેજ, સુરત ખાતે “ફ્લેગશિપ યોજનાઓ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 70 થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. વર્કશોપ દરમિયાન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, LIC, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ, તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત રિસોર્સ પર્સન શ્રી મયુરભાઈ (SVNIT, સુરત) દ્વારા “સ્ટેન્ડ અપ ઇન્ડિયા” યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને યુવાનોને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માય ભારત, સુરતના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માએ “માય ભારત પોર્ટલ” વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને યુવાનોને આ પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. અન્ય રિસોર્સ પર્સન દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે LIC ના વિકાસ અધિકારી શ્રી વિપુલ દુધાત, મહિલા અને બાળ વિકાસ વિભાગ ના શ્રીમતી સ્મિતાબેન પટેલ, SVNIT કોલેજ ના મેનેજર શ્રી મયુર કલસરીયા , ધારૂકા કોલેજ ના આચાર્ય શ્રી ડો.દિલીપ વરસાની તેમજ કેમ્પસ ડાયરેકશન શ્રી પ્રવીણભાઈ નસીત ઉપસ્થિત હતા

આ કાર્યક્રમનું સફળ આયોજન માય ભારત સુરતના જિલા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ શ્રી મનોજ દેવીપૂજક અને રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક શ્રી જૈવિક રૈયાણી, જોધાણી રિયા અને સાવલિયા રિદ્ધિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ યુવાનો માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યો હતો, જે તેમને ભવિષ્યમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ લાભ લેવામાં મદદરૂપ થશે

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल