તા.04-07-2025
ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી અને ભા.જ.પાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક વિષેશ ઉપસ્થિતિમાં યોજાયો.
—-
ગામડાઓની ચૂંટણીમા વડાપ્રધાન મોદીએ સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો છે.– મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

—-
આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમા રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે અને 56 મહિલા સમરસ ગ્રામપંચાયતો છે. – ભુપેન્દ્રભાઇ પટેલ
—-
નવા ચૂંટાયેલા સરપંચ તરીકે ગામના દરેક દિકરા – દિકરીઓ શાળામા એડમિશન લઇ ક્ષિક્ષણ મેળવે તેવો પ્રયાસ કરવામાં આવે. – ભુપેન્દ્રભાઇ પટેલ
—-
કોંગ્રેસની સરકારમાં ગામડાઓમા 70 વર્ષ પછી પણ ટોયલેટની વ્યવસ્થા ન હતી પરંતુ વડાપ્રઘાનશ્રીએ ગામડે ગામડે ઘરે ઘરે ટોયલેટ બને તે માટે પ્રયાસ કર્યો.
– સી.આર.પાટીલ

—-
આખા દેશમા ગુજરાત પહેલુ રાજય છે કે કેચ ધ રેઇન યોજના ગામે ગામ પહોચે તે માટે ઘારાસભ્યશ્રીઓને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રીએ ફાળવી છે.
– સી.આર.પાટીલ

—-
ગામના લોકોએ તમને મત આપીને સરપંચ તરીકે જવાબદારી આપી છે ત્યારે તેનો આનંદ લેવા કરતા સરપંચની જવાબદારી નિભાવી આનંદ લો તેવી વિનંતી.
– સી.આર.પાટીલ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો અભિવાદન કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે નવા સરપંચશ્રી અને સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવતા જાણવ્યું કે, વિશ્વ નેતા અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમા દેશ સ્વરાજયની શતાબ્દીમા આગળ વઘી રહ્યો છે.વિમાન વડા પ્રધાન મોદીએ ગ્રામસ્વરાજય માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતીથી આપીને સરપંચોને ગામના વિકાસની સત્તા આપી છે. ગ્રાંમ પંચાયતની ચૂંટણીમા ઉમેદવારોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે. ગામડાઓને ચૂંટણીમા મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે આપણા માટે ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમા રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે અને 56 મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. સમરસ પંચાયતની દર વખતે વઘતી સંખ્યા સામાજીક સમરસતા સાથેના સર્વાગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે. આ વખતની ચૂંટણીમા જે ગ્રામપંચાયત સમરસ થઇ છે તેમને કુલ 35 કરોડની ગ્રાન્ટ આજે જ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી મોદી સાહેબના નેતૃત્વમા આ દશક સેવા સુશાસન અને ગરિબ કલ્યાણનુ દશક બની રહ્યુ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનુ સાશન સંભાળ્યુ ત્યારે જ કહ્યુ હતુ કે તેમની સરકાર ગરિબ વંચિત અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે. 27 કરોડ ગરિબ લોકો આજે ગરિબિ રેખાથી બહાર આવ્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આજે એવુ વાતાવરણ બન્યુ છે તે રાજય સરકાર અને ગામ ભેગા થઇ ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામો નુ સાથે મળી આયોજન કરે છે. આજે રૂ.1236 કરોડના વિકાસ કાર્યોની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવી જે કહેવુ તે કરવુનો સંકલ્પ સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમા જણાવ્યું કે સરપંચશ્રીની જવાબદારી માત્ર પદની નથી જનસેવાના પવિત્ર કાર્યનુ સન્માન છે. ગ્રામ વિકાસ સ્વચ્છતા, શિક્ષણ,આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામિણનેતૃત્વનુ મુલ્ય વધ્યુ છે. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સ ઇન્ડેક્ષ પોર્ટલ વિકસાવ્યુ છે જેમા 9 અલગ અલગ થીમ પર અઢી લાખ ગ્રામ પંચાયતોની કામગીરીનુ મુલ્યાકન કરવામાં આવે છે અને સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતનુ પંચાયત એવોર્ડ દ્વારા સન્માન કરવામા આવે છે અને તમારા ગામને એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ વિષયોમા ઉત્તમ કામગીરી કરી તમારી પંચાયતને દેશમા એ પ્લસ ગ્રેડ અપાવશો તેવી શ્રદ્ધા છે. નવા ચૂંટાયેલા સરપંચ તરીકે ગામના દરેક દિકારા દિકરીઓ શાળામા એડમિશન લે તેની ચિંતા કરવાની છે. એક પેડ મા કે નામ, લોકલ ફોર વોકલ, કેચ ઘ રેઇન,સ્વચ્છતા કે પ્રાકૃતિક ખેતી તેમજ મેદસ્વીતા મુકત ગામ બધા અભિયાન અને સંકલ્પને મોદી સાહેબના માર્ગદર્શનમા પાર પાડીને વિકસીત ભારત માટે વિકસીત ગામ થકી વિકસીત ગુજરાત સાથે મળીને બનાવીએ.
આ કાર્યક્રમમાં શ્રી સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યુ કે, સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી એટલે કે ગામની તમામ જવાબદારી તેમની પાસે હોય છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પંચાયત રાજને મજબૂત કરવાના પ્રયાસ કર્યા છે તેને કારણે સરપંચોને વધુ અધિકાર મળ્યા,ગ્રાન્ટ મળી. સરપંચશ્રીઓ પહેલા કરતા વધુ સારી રીતે ગામોના વિકાસ કરી શકે તે માટે સરળતા વધી છે.
શ્રી પાટીલએ વધુમા જણાવ્યું કે, ગામના લોકોએ તમને સરપંચની જવાબદારી આપી છે ત્યારે ગામના વિકાસ,દેશના લોકશાહીને મજબૂત કરવા,દેશને વિકસીત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત અને દેશ-દુનિયાને બતાવ્યુ છે તે હવે વધુ મજબૂત કરવાની જવાબદારી તમારા પર વિશ્વાસ રાખી ને આપી છે. સ્વતંત્રના સંગ્રામ વખતે મહાત્મા ગાંઘીજી સત્યાગ્રહમા જેટલુ મહત્વ સ્વતંત્રતા માટે આપતા હતા તેટલુ જ મહત્વ સ્વચ્છતા માટે પણ આપતા હતા. સ્વચ્છતા માટેનુ ગાંધીજીનુ સ્વપ્ન વડાપ્રધાન મોદીએ પુરુ કરી રહ્યા છે. લાલ કિલ્લા પરથી સ્વચ્છતાની વડાપ્રધાનએ વાત કરી ત્યારે કેટલાય લોકો વાત કરતા કે આ કેવા વડાપ્રધાન છે કે લાલ કિલ્લા પરથી ટોઇલેટની વાત કરે છે. ગામડામા 70 વર્ષ પછી પણ ટોયલેટની વ્યવસ્થા ન હતી પરંતુ વડાપ્રઘાનશ્રીએ ગામડે ગામડે ઘરે ઘરે ટોયલેટ બને તે માટે પ્રયાસ કર્યો હતો. શ્રી પાટીલજીએ નળ સે જળ યોજના અંગે જણાવતા કહ્યુ કે, વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જળજીવન મિશન દ્વારા દરેકના ઘરે નળ થી જળ પહોંચાડવા પ્રયત્ન કર્યો અને આ યોજનાથી 15 કરોડ 65 લાખ જેટલા ઘરોમા નળ થી જળ પહોંચાડવામાં આવ્યું છે. 2028 સુઘીમા બીજા 4 કરોડ લોકોને પણ નળ થી જળ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

શ્રી પાટીલએ સરપંચશ્રીઓને વિનંતી કરતા જણાવ્યુ કે, સરપંચશ્રીઓનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ જેથી સીસીઆઇની સરપંચશ્રીઓની નોંઘણી કરવામાં આવી તેમા આખા દેશમાથી 30 હજાર સરપંચશ્રીઓની નોંઘણી કરી હતી અને ઓગષ્ટ-સપ્ટેમ્બર સુઘીમા 1 લાખ સરપંચોનુ રજીસ્ટ્રેશન કરવા માંગીએ છીએ જેથી તમારા ગામમા જળશક્તિમંત્રાલયની યોજનાઓ પહોંચી શકે. વિવિઘ ફરિયાદો જેવી કે નળ હોય પણ પાણી ન હોય, પાઇપ તૂટી ગઇ હોય કે પાણી આવતુ ન હોય તેવી ફરિયાદો હોય તો તેનુ નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. ગામોમા જળ સંચયના કામ વધુ થાય તે માટે પ્રયાસ કરવા જણાવ્યુ. મુખ્યમંત્રીશ્રીનો આભાર કે તેમણે તમામ ધારાસભ્યશ્રીઓને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળ સંચય જન ભાગિદારી માટે વાપરવા ફાળવ્યા છે. આખા દેશમા ગુજરાત પહેલુ રાજય છે કે મુખ્યમંત્રીએ દરેક ગામ સુઘી યોજના પહોંચે તે માટે પ્રયાસ કર્યો છે. જળ છે તો કલ છે પરંતુ આપણે તેની ચિંતા કરતા નથી. આવો સાથે મળીને ગુજરાતને વિકસીત ગુજરાત બનાવવા માટે તાકાત લગાવીએ. ગામના લોકોએ તમને મત આપીને સરપંચ તરીકે જવાબદારી આપી છે ત્યારે તેનો આનંદ લેવા કરતા સરપંચની જવાબદારી નિભાવી આનંદ લો તેવી વિનંતી.

આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી કુવરજી હળપતિ, રાજયના મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, પંચાયતના અગ્રસચિવશ્રી મિલન તોરવળે,આમંત્રીત સરપંચશ્રીઓ, રાજયના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા






