ગાંધીનગરમાં સચિવાલય કેમ્પસમાં એક સરસ પ્રયોગ શરુ કરવામાં આવ્યો ઈકો-ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો.

પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને આજે ગાંધીનગરમાં સચિવાલય કેમ્પસમાં એક સરસ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકની બોટલના બદલે ગ્લાસની બોટલનો વપરાશ વધે તેવા અભિગમ સાથે આજે સચિવાલયમાં

ઈકો-ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો. આ સુવિધા થકી કાચની બોટલમાં “સખી નીર” બ્રાન્ડ નેમ હેઠળ પીવાનું પાણી આપવામાં આવશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાનું વિઝન આપ્યું છે, જે દિશામાં આગળ વધતા આ સુવિધા સચિવાલય સંકુલમાં શરૂ કરવામાં આવી છે.

આ પ્લાન્ટનું સંચાલન ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા કરવામાં આવશે.

કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ થવાનો છે તેને આ અવસરે ફ્લેગ-ઑફ કરાવ્યું, તેમજ આ પ્લાન્ટની સંચાલક સખીમંડળની બહેનો સાથે સંવાદ કરી તેમને શુભકામના પાઠવી.

રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતા માર્ગદર્શન અને પ્રોત્સાહનનો લાભ લઈને યુવાઓ દ્વારા આ પ્લાન્ટ તેમજ ઈ-રિક્ષા વિકસાવવામાં આવ્યા છે, તે આનંદની વાત છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल