ઊકાઈ :- સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી

સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી


ગુજરાત આત્મીયતા ન્યૂઝ :-  બ્યુરો, , તાપી :ઉકાઈ

વિશ્વની એક માત્ર નદી જેનો પ્રગટ્ય દિન ઉજવાતો હોય. સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી બુધવારે કરવામાં આવી હતી. કામઘેનુ યુનિવર્સિટી તેમજ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સયુક્ત ઉપક્રમે ઉકાઈ ખાતે ઉજવણી કરવામાં આવી.


સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસ ની ઉજવણીમાં અધિક નિવાસી કલેકટરશ્રી તાપી શ્રી આર.આર.બોરડ હાજર રહ્યાં હતાં. તાપી નદીના જન્મદિવસે પૂજાઅર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પાંચ હજાર જેટલી જુદી જુદી જાતની માછલીઓનું મત્સ્યબીજ નું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું.
સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યાં હતાં. પ્રકૃતિ ની સાથે મેઘરાજાએ પણ જન્મ દિવસ ની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતાં. જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો.

તાપી મૈયાના પ્રગટ્ય દિન નિમિતે  સુરજભાઈ વસાવા તાપી સંગઠન પ્રમુખ,  ડો.સ્મિત લેન્ડે કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ,  અમિતભાઈ અગ્રવાલ સોનગઢ સંગઠન પ્રમુખ,  કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટર સોનગઢ,  વિક્રમભાઈ ગામીત સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ,  અનિલભાઈ ચૌધરી સામાજિક કાર્યકર,  શ્યામભાઈ ગામીત ધર્મ જાગરણ મંચ તાપી,  સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત,  સુદામભાઈ સાટોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ,  સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યાં હતાં.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल