આહવા ડાંગમાં ડોન હિલ સ્ટેસન પણ છે.
ડાંગના આહવાથી ૩૮ કિમી દુર મહારાષ્ટ્ર બોડૅર પર એક સુંદર હિલ સ્ટેશન આવેલું છે.આ હાલ સ્ટેશન સાપુતારા કરતાં પણ ૧૭ કિમી ઊંચાઈ પર આવેલું છે.

દરિયાઈ સપાટીથી 1000 મીટરની ઊંચાઈ પર સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલું આ સ્થળ ખૂબ જ રમણીય છે.

અહીં જવા માટેના રસ્તો પહાડો અને જંગલો વચ્ચે થઈને જાય છે. ચોમાસામાં અહીં ઊંચા ધોધ પરથી પડતું પાણી જોવાની મજા પડી જાય.

નદીઓ,પહાડોની વચ્ચે વસેલા ડોન ગામમાં ખેતી થાય છે.વરસાદના વહીં જતા પાણીને લીધે પાણીની સમસ્યાનો પણ ઉનાળામાં સામનો કરવો પડે છે.આમ છતાં અહીં મોજથી લોકો જીવી રહ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ડોનની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધનું સંવનન અને સંવર્ધન કેન્દ્ર કાર્યરત કરાયું છે.

ડોન હિલ ઉપર ગીધની વિશાળકાય સ્ટેચ્યૂ પણ મુકાયેલું છે,જે પ્રવાસીઓને વન્ય પ્રાણી – પક્ષીઓના જતન સંવર્ધનનો મુક સંદેશ આપે છે.

” પકૃતિનો સ્પર્શ એટલે આહવા ડાંગ : ડોન હિલ સ્ટેશન “






