દક્ષિણ ગુજરાતનું નૈસર્ગિક પકૃતિ રત્ન “સાપુતારા ” ગિરા ધોધ, આહવા ડાંગ!

🌿 દક્ષિણ ગુજરાતનું નૈસર્ગિક રત્ન – ગિરા ધોધ, ડાંગ! 🌊� ડાંગ જિલ્લાના વઘઈ નજીક આંબાપાડા અને વાનરચોંડ ગામ પાસે અંબિકા નદી પર આવેલો ગિરા ધોધ ગુજરાતના સૌથી મનોહર ધોધોમાંનો એક છે!

🏞️ ગિરા ધોધ, વઘઈ સાપુતારા હાઇવેથી માત્ર 3 કિમી જ દૂર હોય અહીં સરળતાથી પહોંચી શકાય છે. 30 મીટરની ઊંચાઈથી ખડકો પર પડતું આ ધોધ ચોમાસામાં પોતાની પૂર્ણ શોભા ધારણ કરે છે, જ્યારે લીલાછમ જંગલો અને ધુમ્મસથી ઘેરાયેલી ખીણો અને સુંદર મઝાના વાદળો તેની સુંદરતામાં વધારો કરે છે. 🌧️
અહીં પહોંચો એટલે ગરમા ગરમ મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ આવે ! 🌽 નજીકની નાની દુકાનોમાં ચા-નાસ્તો મળે છે, તેમજ આસપાસ વાંસના જંગલો અને આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, અહીં સ્થાનિક આદિવાસી સમુદાયો વાંસની અનેક કલાત્મક વસ્તુઓ વેચાણ થાય છે.🧺

અહીં પાર્કિંગની ઉત્તમ સગવડ સારી છે, પણ રજાના દિવસે ભીડ થતી હોય છે, તો થોડું વહેલું નીકળજો! 🚗 વન વિભાગે બનાવેલા વ્યૂપોઈન્ટ્સ અને સલામતી રેલિંગથી દૃશ્યનો આનંદ સુરક્ષિત રીતે લઈ શકાય છે.

નીચેની તરફ જતી વખતે પથ્થરો પર લપસી પણ જવાય એટલે સલામતીનું ધ્યાન રાખવું, ધોધમાં ન્હાવું નહીં.
બસ, એક વાત યાદ રાખજો – આપણી મજા સાથે પ્રકૃતિને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી! 🗑️ કચરો ન ફેલાવો, નજીકમાં વઘઈ બોટનિકલ ગાર્ડન પણ સુંદર મઝાનું છે,જ્યાં બાળકોને મઝા પડી જાય અને પ્રકૃતિપ્રેમીઓ માટે જ્ઞાનવર્ધક છે.🌿

જો વરસાદ વહેલો શરૂ થયો તો જૂનના અંતિમ દિવસો થી અને મોડો શરૂ થાય તો લગભગ જુલાઈથી ઓક્ટોબર દરમિયાન આ ધોધની સુંદરતા ચરમસીમાએ હોય છે.🌨️
તમે પણ પરિવાર કે મિત્રો સાથે એક યાદગાર ટ્રીપ પ્લાન કરો અને સાપુતારા હિલ સ્ટેશન.ગિરા ધોધના કુદરતી સૌંદર્યનો આનંદ માણો! 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल