રાજ્યવ્યાપી ત્રિદિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, માંગરોળ BRC બ્લોક, માંગરોળ પોલીસ સ્ટેશન અને એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વાંકલ એન.ડી.દેસાઈ હાઇસ્કૂલમાં ધો.૯ ની ૧૬૧ અને ધો.૧૧ ની ૩૨૩ મળી કુલ ૪૮૪ વિદ્યાર્થિનીઓને શાળાપ્રવેશ કરાવી નામાંકન કરાવવામાં આવ્યું હતું. સુરત સ્પેશયલ બ્રાંચના


નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલ અને મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને સ્કુલબેગ, નોટબુક, પાઠ્યપુસ્તકો, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી આવકાર્યાં હતા.

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : વાંકલ. માંગરોળ*






