
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવેલા ઘણા ભવનો જર્જરિત હાલતમાં હોય, જેમાં પોપળા ખરવા, વરસાદી પાણી અંદર આવવું, જેનાથી કોઇ જાનહાની ન થાય, માટે વિરોધ કરી પ્રતિકાત્મકરૂપે રેતી, સિમેન્ટ, તગારા આપી, CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી અને સમગ્ર ટીમ દ્વારા કુલપતિને તાત્કાલિક રીપેરીંગ સમારકામ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે નહીં તો ગાંધી સિંધિયા માર્ગે લડત આપવા માટે ચીમકી આપી હતી







