
આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉ જવેલબેન વસરા, કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી, ઉપપ્રમુખ ડૉ ગૌરીબેન દેસાઈ, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, લીગલસેલ પ્રમુખ શ્રી પ્રણવ ઠક્કર સહિત પ્રદેશ તેમજ શહેરના હોદ્દેદારોએ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કર્યા. ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી.






