માંડવી તાલુકામાં 80 ટકા જેટલું મતદાન થયુ.

[22/06, 2025] : માંડવી તાલુકામાં 80 ટકા જેટલું મતદાન થયુ.

સમગ્ર ગુજરાત સાથે માંડવી તાલુકામાં પણ 14 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને બે ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સભ્ય માટે સાંજે 5 વાગ્યા સુધી 80.53 ટકા અને સરપંચ માટે 80.35 ટકા મતદાન થયું હતું.
માંડવી તાલુકામાં કુલ 18 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી જે પૈકી દઢવાડા, ઝરપણ, પીપરિયા અને લાખ ગામ સમરસ થઈ હતી. જ્યારે બાકીની 14માં આજે રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે મતદારોએ માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત દસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી હતી પરંતુ આઠ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ વિજેતા થતા માત્ર તડકેશ્વરમાં વોર્ડ નંબર 13 માટે અને વરેઠના સરપંચ પદ માટે ચૂંટણી થઈ હતી. પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

સામાન્ય ચૂંટણી
નૌગામા

સભ્ય – 86.03%
સરપંચ – 82.11%

 વિદેશીયા

સભ્ય – 73.95%
સરપંચ – 73.95%

લુહારવાડ

સભ્ય -81.02%
સરપંચ – 81.02%

જામકુઈ ગ્રુપ

સભ્ય -86.11%
સરપંચ -86.11%

ખંજરોલી
સભ્ય – 88.61%

નરેણ
સભ્ય – 80.20%
સરપંચ – 78.17%

ગાંગપોર હર્ષદ

સભ્ય – 90.17%
સરપંચ – 90.87%

કરુઠા ગ્રુપ

સભ્ય – 68.86%
સરપંચ – 67.21%

બલાલતીર્થ

સભ્ય – 92.38%
સરપંચ – 91.25%

કાટકુવા

સભ્ય- 91.96%
સરપંચ- 83.65%

રતનીયા

સરપંચ – 76.96%

નવા રતનીયા

સભ્ય – 86.40%
સરપંચ- 86.40%

જામણકુવા બાર

સભ્ય- 61.89%
સરપંચ – 62.53%

સાદડી

સભ્ય – 92.65%
સરપંચ – 90.25%

પેટા ચૂંટણી

તડકેશ્વર (વોર્ડ નંબર 13) – 69.98%
વરેઠ (સરપંચ)- 79.05%

( રીપોર્ટર : દક્ષેશ પટેલ માંડવી.) 

[22/06/2025: માંડવી તાલુકાની નોગામા ગ્રામ પંચાયતની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ.

માંડવી તાલુકાની ગ્રામ પંચાયત ની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારો માં ઊભા રહી ઉત્સાહભેર મતદાન કર્યું .

કુલ છ વાગ્યા સુધીનું મતદાન 86 ટકા નોંધવા પામ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વોર્ડની ચૂંટણી થઈ હતી. પાંચ સભ્ય ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મામલતદાર જયપ્રકાશભાઈ મિસ્ત્રી તેમજ ચાર ચૂંટણી અધિકારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સંભાળી હતી.

રિપોર્ટર :  દક્ષેશ પટેલ માંડવી.

   ગુજરાત આત્મીયતા ન્યૂઝ

                  Mo 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल