સોનગઢ નું માંડવીપાણી ગામ જ્યાં આઝાદી પછી સૌપ્રથમ સરપંચની ચૂંટણી યોજાઈ

*સોનગઢ નું માંડવીપાણી ગામ જ્યાં આઝાદી પછી સૌપ્રથમ સરપંચની ચૂંટણી યોજાઈ*

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બ્યુરો, તાપી, તા.૨૨/06/2025

તાપી જિલ્લાનું એક એવું ગામ જ્યાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. સોનગઢથી ૪૫કિમી અંતરે આવેલું માંડવીપાણી ગામ માં સરપંચના પદ માટે બે ઉમેદવારો માટે લોકોમાં મતદાન કરવા માટે થનગનાટ જણાઈ રહ્યો છે. એમાં પણ વોર્ડના સભ્યો તો બિનહરીફ નિમાઈ ગયા છે ફક્ત સરપંચ માટે લોકતંત્રન પર્વ સમી ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે.
અંદાજીત ૮૦૦ લોકોની વસ્તી ધરાવતું આ ગામ વન વિભાગ હસ્તક ગામ હતું હવે રેવન્યુ હસ્તક સમાવી દેવાતા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ગામના મતદારો પ્રથમ વખત પ્રથમ નાગરિકને ચૂંટશે. અહીં કુલ મતદારો છે જેમાં ૨૯૨ સ્ત્રી અને ૨૯૮ પુરુષ મતદારો ના સમાવેશ થાય છે.
0000

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल