બારડોલી : શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતા માં પંઢરપુર વારકરી યાત્રા ની ઉજવણી.

*શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતા માં પંઢરપુર વારકરી યાત્રા ની ઉજવણી.*

શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતામાં પંઢરપુરની વારકરી યાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી વિભાગના શિક્ષકો અને બાળકો દ્વારા ભગવાન પંઢરીનાથ એ મહારાષ્ટ્રના સંતોના તેમજ ભક્તોના આરાધ્ય દેવ છે. જેમની યાત્રા એકાદશીના દિવસે વારકરી સંપ્રદાયના લોકો દ્વારા કરવામાં આવે છે ‌.જેનુ આપણી શાળામા સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો તથા શિક્ષકો સુંદર મહારાષ્ટ્રીયન વેશભૂષા માં આવ્યા હતા.જેમકે ભગવાન વિઠ્ઠલ અને રુકમણી તેમજ વારકરી પરિધાનમાં સુંદર ભજન કીર્તન કરતા કરતાં અને વિઠ્ઠોબાનું નામ સ્મરણ કરતાં ખૂબ સુંદર પાલખી યાત્રા કાઢવામાં આવી.
શાળાના આચાર્યશ્રી દીપિકાબેન દેસાઈ એ બાળકોને ભક્ત પુંડલિક ની કથા સંભળાવી અને મોતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે શુભેચ્છા પાઠવી તથા મોતા કેળવણી મંડળના સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહી શિક્ષકોની મહેનતને બિરદાવી હતી..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल