
અમદાવાદ : [13/06, 2:15 pm: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી તેમજ સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત આપી હતી.

વડાપ્રધાનશ્રીએ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ લીધી હતી તેમજ ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અમદાવાદ : [13/06, 2:16 pm] : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં પ્લેનક્રેશ દુર્ઘટના સ્થળ તથા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.







