સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.

બારડોલી : બુધવાર : સુરત જિલ્લાના ભા.જ.પા મધ્યસ્થ કાર્યાલય ખાતે

સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્રસરકારે 9 જૂનના રોજ 11 વર્ષ પુર્ણ થતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના  અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી   સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી  રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ, “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ  ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને, ભરૂચના ધારાસભ્ય  રમેશભાઈ મિસ્ત્રી, મંત્રી કુંવરજી ભાઈ હળપતિ, બારડોલીના ધારાસભ્ય  ઇશ્વરભાઇ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ  ભરતભાઈ રાઠોડે મોદી સરકારના સફતળતા પૂર્વક ૧૧ વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ના “સંકલ્પ થી સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસકાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, ત્યાર બાદ વક્તાશ્રી અને ભરૂચના ધારાસભ્ય  રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું.કે. કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.વક્તા રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે. દેશમા સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂ અને,ઇંન્દીરા ગાંધી હતા .અને ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત 11 વર્ષથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા છે.પરંતુ 18 અને 16 વર્ષના કાર્યકાળમા જે કામો થયા તેના કરતા અનેક ગણા કામો વડાપ્રધાન મોદી ના 11 વર્ષના કાર્યકાળમાં પુર્ણ થયા છે.
સંર્વાગી વિકાસ શું હોઇ શકે તે ગુજરાતમાં આપણે પહેલા જોયું અને હવે દેશમાં જોઇ રહ્યા છીએ.. વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષના કાર્યો અકલ્પનિય અને અદભૂત છે જે સુવર્ણ અક્ષરોમાં લખાશે. દેશની જનતાને નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દુનિયાની નજર પણ ભારત તરફ છે. આજે ભારત જી-20ની અધ્યક્ષતા કરી શકે છે તે વડાપ્રધાનશ્રીના કાર્યક્ષમ દુરંદેશી નેતૃત્વને આભારી છે. ભાજપની સરકાર એ જવાબદારી વાળી સરકાર છે. ભાજપ સરકારે અત્યાર સુધી કરેલા સેવા સુશાસન અને ગરિબ કલ્યાણના કામો પ્રજા સુધી પહોંચે તે દિશામાં કામ કર્યુ છે..આ સરકાર દેશ હિતમાં મજબૂત નિર્ણય લઇ શકે છે. આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર છે.. ભાજપ સરકારે દેશમાં પારદર્શિતાનું નવુ ઉદાહરણ પુરુ પાડયું છે. વર્ષ 2014 પહેલાની સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ તેમજ નકારાત્મકતાથી ભરેલી સરકાર હતી. 2014 પછી દેશની જનતામાં મોદી સરકાર એક નવુ આશાનું કિરણ પ્રસ્થાપિત કરવામાં સફળ રહી છે. જમ્મુ-કાશ્મિરમાં આર્ટિકલ 370 અને ત્રીપલ તલાક નાબુદ કરવાવાળી રાજકીય સરકાર છે જે અશ્કય હતું પરંતુ નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં થયેલા અકલ્પનિય નિર્ણયોના સાક્ષી આપણે બન્યા છીએ. દેશમાં સૌથી ઉંચો રેલવે બ્રીજ જમ્મુ-કાશ્મિરમાં મોદી ના નેતૃત્વમાં નિર્માણ પામ્યો છે વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર 10 મા સ્થાનેથી 5 માં સ્થાને આવ્યું છે અને હવે ચોથા નંબરનું અર્થતંત્ર બનવા તરફ આપણે આગળ વઘી રહ્યા છીએ.> કોંગ્રેસ સરકારના સમયમા અર્થશાસ્ત્રી વડાપ્રધાન હતા જેમના માટે કોગ્રેસ મોટા દાવા કરતી હતી તેની સામે મોદીએ 11 નંબરથી 4 નંબર સુધી દેશની અર્થવ્યવસ્થા આગળ ધપાવી છે અને આવનાર દિવસમાં ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા દેશ બનવા જઇ રહ્યુ છે.> 81 કરોડ થી વધુ લાભાર્થીઓને ગરિબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે જેના કારણે ગરિબિ રેખાથી નીચે જીવતા લોકોમાથી 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવવા સરકાર સફળ થઇ છે. વડાપ્રધાન કુશળ નેતૃત્વમાં અનેક જનકલ્યાણ યોજનાનો સમાવેશ છે જેમા હર ઘર જલ યોજના કે જેમાં 15 કરોડ થી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે તેની સુવિધા આપવામાં આવી, જગતના તાત એવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.6 હજારની સહાય આપવામાં આવે છે.> રશિયા-યુક્રેન ના યુદ્ધ સમયે ભારતે સૌથી પહેલા તેમના નાગરિકોને સલામત ભારત પાછા લાવ્યું. ઓપરેશન દેવી શક્તિ થકી અફઘાનિસ્તાન માથી તેમજ ઓપરેશન રાહત થકી યમન થી પરત લાવવા તેમજ ઓપરેશન વેક્સિન થકી 115 થી વધુ દેશોને રસી પહોંચાડવાનું કામ કર્યુ છે, 48 જેટલા દેશમાં ભારતે રસી ફ્રીમાં પહોંચાડી છે.> ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા જેમાં 100 થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.> ભારતીય સેના સ્વદેશી શસ્ત્રોથી સજ્જ બની છે. મોદી સાહેબના નેતૃત્વમાં ભારત કોઇ પણ આતંકી ઘટનાને સહન નથી કરતુ બદલામાં જડબાતોડ જવાબ આપે છે.> ઓપરેશન સિંદુર થી આપણે મેસેજ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયુ પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મોને જવાબ આપી શકે છે.> વડાપ્રઘાનશ્રીના નેતૃત્વમાં આજે દેશની જનતાને પાંચ લાખ સુધીની ફ્રી સારવાર આયુષ્યમાન યોજના થકી આપી 15 કરોડ થી વધુ લોકોએ તેનો લાભ લીધો છે.> મહિલાઓને સશક્ત બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે જેમા લખપતિ દિદિ જેવી યોજના તેમના નેતૃત્વમાજ બની છે. સાંસદ તેમજ વિધાનસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવ્યું છે.> ગરિબ.વંચિત,પિડિત,શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર રહેશે.
> દેશની સેનાએ કરેલ સર્જીકલ અને એર સ્ટ્રાઇક તેમજ ઓપરેશન સિંદુર જેવા પરાક્રમથી દેશમા આતંરીક સુરક્ષા અને સલામતી સાથે શાંતિ પુર્ણ માહોલ પ્રસ્થાપિત કર્યો છે.દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજકેટ પીએમ ગતી શક્તિમાં પુર્ણ થયા અને નવા ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ થયો છે. .. ભારતને પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે. વંદેભારત ટ્રેન અને કચ્છ – અમદાવાદ વચ્ચે નમો ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતમાં રેલવે લાઇનનું 100 ટકા ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે.. ગુજરાતમા રાજકોટ અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજમા સ્થાન મળ્યુ છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલ સ્માર્ટ સિટિ મિશન હેઠળ રાજયના 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના વેપારી તરીકેની ઇમેજને ગ્લોબલ ઉત્પાદક અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં વાઇબ્રન્ટ સમિટની ભેટ મળી છે.ઉદ્યોગ અને રોકાણકારો આત્મનિર્ભર થયા છે અને ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજય બન્યુ છે.> મોદી સરકારના નેતૃત્વમાં ગુજરાત આજે મશિન લર્નીંગ,એઆઇ,સેમિ કન્ડકટર સહિતના ક્ષેત્રમાં લીડ મેળવી રહ્યુ છે.- વડોદરા ખાતે ટાટા એરક્રાફટ કોમ્પેલક્ષનો પ્રારંભ થવાથી ગુજરાતમાં સૈન્ય વિમાનોનું ઉત્પાદન શરૂ થયું છે. મોદી સાહેબે ગુજરાતના હોલેસ્ટિક વિકાસ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતી શક્તિ યુનિવર્સિટી,ઇન સ્પીસ અને પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની ભેટ આપી છે…વડાપ્રધાન મોદી ની વિઝનરી લીડરશીપમાં ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેન્ટ ચેન્જના પડકારો સાથે રેન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથથી પર્યાવરણ પ્રિય વિકાસનો ધ્યેય પાર પાડયો છે.> કચ્છના ખાવડામાં એશિયાના સોથી મોટી હાઇબ્રિડ રીન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે.- દેશના ગ્રીન કવર વઘારવા માટે એક પેડ મા કે નામ ની પ્રેરણા આપી જે પછી ગુજરાતે 17 કરોડ 50 લાખ વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યું છે. ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે કેચ ઘ રેઇન અભિયાનમાં ગુજરાતે મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે.  ખેડૂત અને ખેતીને વધુ સશક્ત કરવા માટે આપેલા અનેક વિવિધ કૃષિ આવકના સ્ત્રોત્રો અને આયોજનનો લાભ મળ્યો છે. ગુજરાતમાં આજે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રધાનમંત્રી મોદી ના મહિલા કલ્યાણ અભિગમને કારણે ગુજરાતમાં સાડા ચાર લાખ બહેનો લખપતી દીદી બની છે.- રાજયમાં પ્રવાસન અને સંસ્કૃતિકને વેગ મળ્યો છે. 11 વર્ષનો કાર્યકાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરિબિ ઘટી છે અને વિકાસના નવા નવા આયોમો સિદ્ધ થયા છે. નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં વિકસીત ભારત 2047 મા પણ ગુજરાતને વિકાસના કામોની નવી દિશા મળતી રહેશે તેવો વિશ્વાસ છે.

આ પત્રકાર પરિષદમાં વક્તા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મંત્રી કુંવરજીભાઈ હળપતિ,બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ ભરતભાઈ સુરત જિલ્લા હામંત્રી જીગરભાઈ નાયક,રાજેશભાઈ પટેલ કિશનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, 11 વર્ષ સંકલ્પ થી સમૃદ્ધિ ના સહ સંયોજક કમલેશભાઇ પટેલ, મોહનભાઈ આહિર,જયેશભાઈ પટેલ,પ્રદેશ મીડિયા વિભાગ સદસ્ય તેજસ વશી, અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल