આશાની ઉજાસ – ૩૧૮ જરૂરિયાતમંદ બાળકો માટે જીવનદીપ ટ્રસ્ટ દ્વારા તૃતીય શૈક્ષણિક સહાય સમારંભ

જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ, બારડોલી દ્વારા તૃતીય વાર્ષિક સહાય સમારંભનો સફળ આયોજાન કરવામાં આવ્યો, જેમાં કુલ ૩૧૮ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય તરીકે સ્કૂલ/કોલેજની ફી, નોટબુક, સ્કૂલ બેગ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ વિતરણ કરવામાં આવી.
આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ બાળકો માટે આશાનું પ્રકાશ પાથરવાનો છે, જેઓ આર્થિક સંજોગો કારણે પોતાના સપનાને સાકાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને શિક્ષણ મેળવવા માટે અવરોધ ની પરિસ્થિતિ માં થી પસાર કરી રહ્યા છે ..
આ સમારંભે માત્ર સહાય પૂરી પાડી નથી, પરંતુ તેમના જીવનના મહત્વના માર્ગ પર દિશા દર્શાવવાનું કામ પણ કર્યું છે.
ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન દર ત્રણ મહિને શિબિરનું આયોજન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ કૌશલ્ય વિકાસ, શૈક્ષણિક માર્ગદર્શન અને જીવનકૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ હાલ વિદેશ હોય ત્યાંથી બાળકો માટે શુભેરછા સંદેશ મોકલાવ્યો હતો અને આગામી દિવસો માં ટ્રસ્ટ ના બાળકો માં વાંચન ની પ્રવુતિ મા રસ વધે એ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ નું આયોજન કરવા માં આવશે ..
આ તબક્કે બારડોલી નગર પાલિકા ના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ એ ઉપસ્થિત રહી ટ્રસ્ટ ના કાર્ય ને બિરદાવ્યું હતું અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા..
ટ્રસ્ટ ના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ (બગુમરા) , મંત્રી શ્રી ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી મુકેશ ભાઈ પટેલ (સેગવા),મેન્ટોર અજીતસિંહ સૂરમાં, જગદીશસિંહ ખેર સહિત ટ્રસ્ટ ના તમામ સભ્યો એ સંભારભ ને સફળ બનવા માટે ખૂબ મહેનત કરી હતી…
આ સેવા યાત્રા જીવનદીપ ટ્રસ્ટના સમર્પિત સભ્યો અને સમાજના સહાનુભૂતિશીલ દાતાઓના સહયોગ વિના શક્ય બનતી ન હોત.
ટ્રસ્ટ તરફથી દાતાઓ અને વોલેન્ટિયર્સનો હ્રદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો
આવો, આપણે સૌ ભેગા મળી બાળકોના ભવિષ્યમાં આશાની ઉજાસ ફેલાવીએ.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી






