બારડોલી તાલુકાના મઢી ગામે ૧૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું*

*બારડોલી તાલુકાના મઢી ગામે ૧૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું*બારડોલી તાલુકાના મઢી ગામે ૧૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું*

 ઘર ની આસપાસ વાતાવરણમાંથી ઘર ચક્લી આજે લુપ્ત થવાના આરે છે. આ નાનકડા પક્ષીઓના સંરક્ષણ માટેના પ્રશંસનીય પ્રયાસરૂપે, આજે બારડોલી તાલુકાના મઢી ગામે ૧૦૦૦ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોંક્રિટના જંગલોના નિર્માણ અને ખેતરોના વિનાશને કારણે ઘર ચકલીઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંપરાગત ઘરોની જગ્યાએ કોંક્રિટના માળખાં બનતા ચક્લીઓ માટે માળા બનાવવાનું મુશ્કેલ બન્યું છે. આ પક્ષીઓને આશ્રય મળી રહે તેવા ઉમદા આશય સાથે બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમના પ્રમુખ જતીન રાઠોડ અને ભાવેશભાઈ ચાડાલીયા દ્વારા આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમ બારડોલી તાલુકાના પ્રમુખ નિલેશ પટેલ, યશ ચૌધરી, દર્શન માહ્યાવંશી, પ્રતિક ચૌધરી, અશ્વિન ચૌધરી, તેમજ તેન સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓ અને કર્મચારીઓ તથા સદભાવના ગ્રુપના સંજયભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : મઢી : 9016924808*

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल