કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાંથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી.
ભારત સરકારના કૃષિ મંત્રાલય થકી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ૨૯ મેથી ૧૨જુન ૨૦૨૫ દરમ્યાન ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો પરિચય, વિવિધ સરકારી કૃષિ યોજનાઓનો ખેડૂતોના ગામે ગામ પહોંચી માહિતી મળે, ખેડૂતોની સ્થાનિક સ્તરની જરૂરિયાતો સમજવી અને નવીન ટેક્નોલોજીઓનો પ્રતિસાદ એકત્રિત કરવા માટે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો,નવસારી કૃષિ યુનિવર્સિટિના વૈજ્ઞાનિકો,ભરૂચના
સી.એસ.એસ.આર.આઈના વૈજ્ઞાનિકો, ખેતીવાડી અને બગાયત વિભાગના અધિકારી, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ, વિસ્તરણ અધિકારી, ઇફકો ફિલ્ડ ઓફિસર વગરે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જંબુસર તાલુકા નેબાર, મહાપુરા ગામથી રથ યાત્રા ની શરૂઆત કરવામાં આવી જેમાં CSSRI, ભરૂચ ના ડાયરેક્ટર ડૉ, અનિલ ચીંચમાલતપુરે, ડીન અને પ્રિન્સિપલ, કોલેજ ઓફ એગ્રીક્લચર, ભરૂચ ડૉ.ડી.ડી.પટેલ, કેવીકે ભરૂચ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, એમ.એમ.પટેલ શ્રી નીતિનભાઈ પટેલ,જંબુસર, તાલુકા પંચાયત,પ્રમુખ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.






