America : ટ્રમ્પે અમેરિકાની બહાર બનનારા iPhone પર 25 ટકા ટેરિફ નાખવાની આપી ધમકી

America : ટ્રમ્પે અમેરિકાની બહાર બનનારા iPhone પર 25 ટકા ટેરિફ નાખવાની આપી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ રીતે iPhoneનું પ્રોડક્શન અમેરિકામાં શરૂ કરવામાં આવે તેના માટે Appleને મજબૂર કરવા માગે છે. જેથી હવે તેમણે ધમકી આપવાનો રસ્તો અપનાવ્યો છે. તેમણે મેડ ઈન અમેરિકા નહી હોય તેવી Appleની વસ્તુઓ પર 25 ટકા ટેરિફ નાખવાની વાત કરી છે

અમદાવાદઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે Apple કંપની અમેરિકામાં તેના iPhoneનું પ્રોડક્શન કરે, પણ Apple તેમ કરવા તૈયાર નથી, કેમકે તેને અમેરિકામાં iPhoneનું પ્રોડક્શન કરવું મોંઘું પડે તેમ છે. ત્યારે ટ્રમ્પ હવે Appleને ઝૂકાવવા માટે ધમકી આપવા પર ઉતરી આવ્યા છે. ગત સપ્તાહે ટ્રમ્પ ગલ્ફ કન્ટ્રી કતારના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે Appleને ભારતને બદલે અમેરિકામાં iPhoneનું પ્રોડક્શન કરવા સૂચન કર્યું હતું. હવે, Appleને રીતસરની ધમકી આપતા શુક્રવારે કહ્યું હતું કે, જો iPhone મેડ ઈન અમેરિકા નહીં હોય તો તેના પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પનું આ પગલું ભારતમાં iPhoneનું પ્રોડક્શન કરવાના Appleના પ્લાન્સ પર અસર કરી શકે છે. ટ્રમ્પે યુરોપીયન યુનિયનમાંથી ઈમ્પોર્ટ કરાતા સામાન પર 50 ટકા ટેરિફ લગાવવાની પણ ધમકી પણ આપી છે. ટ્રમ્પની આ જાહેરાતથી ગ્લોબલ માર્કેટમાં હલચલ મચી ગઈ છે.
Trump threatens Apple
ડોનાલ્ડ ટ્રમ્પે Apple કંપનીને ધમકી આપી છે કે, જો તે iPhoneનું મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં નહીં કરે તો 25 ટકા ટેરિફ લગાવાશે.

Apple પણ હવે અમેઝોન, વોલમાર્ટ અને અમેરિકાની અન્ય પ્રમુખ કંપનીઓની જેમ ટ્રમ્પના નિશાના પર આવી ગઈ છે, કેમકે તે પણ ટેરિફના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ફુગાવાના દબાણનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે.

Edited by: -હિમાશુસિંહ ઠાકોર
Updated: 24 May 2025, 11:40 Gujarat Aatmiyata News, 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल