સુરત જિલ્લા ભાજપા દ્વારા પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


— મુખ્ય વક્તા તરીકે સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોધાવાલા ઉપસ્થિત રહ્યા.
બારડોલી : પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી ધ્વારા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં તથા વકતા અને પૂર્વ મેયર સુરત શહેર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે કાર્યક્રમ યોજાયો . જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સંયોજક અને મહામંત્રી કિશન ભાઈ પટેલ, મહામંત્રી જીગરભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંયોજક અને મહામંત્રી કિશન ભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ મુખ્ય વક્તાશ્રી હેમાલી બેન બોઘાવાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે.અહલ્યા બાઈ શિવજીના ભક્ત હતા.અને નિયમિત પૂજા,અર્ચના,કરીને આરાધના કરતા હતા.અને લોક સેવા કરતા હતા.બાઈ સન્માન વાચક શબ્દ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, રાષ્ટ્ર સેવા વિકાસ અને વિશ્વાસને સાથે ચાલીને જંગ જીતી શક્યા હતા. ધાર્મિક સ્થાનો અને મંદિરોના નિર્માણ કર્યા છે .અને તેમના થકી જ્યાં લોકો મોટા ટોળા માં ભેગા થતા અને વિકાસની વાતો કરતાં હતા.પિતા,પુત્ર,સસરા, શિવાય પણ અનેક કામો કર્યા હતા.સ્ત્રી સહજ સ્વભાવ હોય જેથી કુનેહ શક્તિ વાપરીને યુદ્ધ માટે વાત કરી હતી.અને સમજાવ્યું હતુ.જો હાર થશે તો સ્ત્રીથી હરશે,અને જો મૃત્યુ થશે તો એક સ્ત્રીના મોતનો કલંક લાગશે. પ્રજાને મારીને લૂંટીને તમને શું મળે છે.રાજયની આજીવિકા અને જીવન નિર્વાહ ચાલવા માટે 300 વર્ષ પહેલા ભીલ ટેક્સ શુરુઆત કરી હતી. ગાયના વાછરડા ને મારવા બદલ પોતાના પુત્ર ને પણ સજા આપીને એક દ્રષ્ટાંત આપ્યું હતું.વધુમાં મહેશ્વરી સાડી 300 વર્ષ જૂની છે. અત્યારની પરિસ્થિતિ છે.તેને કેવી રીતે આતંક વાડને નાબૂદ કરવા માટે અહલ્યા બાઈ ની જન્મ જયંતી ઉજવવામાં આવે છે.
આ કાર્યશાળાનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું. જયારે દિનેશભાઈએ આભાર વિધિ કરી હતી. જીલ્લના હોદેદારો,પદાધિકારીઓ, તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી* 9016924808 * તંત્રી : હિમાશુસિંહ ઠાકોર






