.૭-૮ મે દરમિયાન તાપી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના –– આગામી બે દિવસ તાપી જિલ્લાને ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી..

તા.૭-૮ મે દરમિયાન તાપી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના
––
આગામી બે દિવસ તાપી જિલ્લાને ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી
––
 બ્યુરો, તાપી, તા.06/05/2025

હવામાન ખાતાની એક અખબારી યાદીમાં ગુજરાતભરમાં આગામી ચાર દિવસ માટે વરસાદની એક આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાત અને પૂર્વીય રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ૬ થી ૮ મે દરમિયાન વાવાઝોડું અને વીજળીના કડાકાવસાથે વરસાદની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા થી મધ્યમ પ્રકારનો વરસાદ પ્રતિ કલાકના ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં આજરોજ તારીખ ૭ મેના રોજ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવનારા ચાર થી પાંચ દિવસ દરમિયાન ૩ થી ૪ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. આપણા તાપી જિલ્લામાં તારીખ ૭ અને ૮ મેના રોજ એટલે કે દિવસ બે અને ત્રણના રોજ સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તાપી જિલ્લાનો સમાવેશ ઓરેન્જ એલર્ટ તરીકે કરવામાં આવ્યો છે. જ્યારે તારીખ ૯ અને ૧૦ મેના રોજ તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે મધ્યમ વરસાદ પડી શકે છે જેના માટે યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. આ ચેતવણી તા.૬ થી ૧૦ મે આમ ૫ દિવસ માટે આપવામાં આવી છે.
–૦૦૦૦૦–

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल