*ગાંધીનગર ખાતે સુરતના 32 પર્યાવરણ પ્રેમી આચાર્યો/શિક્ષકોનું “પર્યાવરણ સરક્ષણ એવોર્ડ”થી સન્માન*
*એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરત તથા કેસલી ગામ તથા આદિવાસી સમાજનું ગૌરવ*
*અજય પટેલ*
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ,બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન કેમ્પસ સરગાસણ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ વિષયક વિશિષ્ટ કાર્યક્રમમાં રૂ.સી.મા.પુણાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ,સુરતને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ” 2025 થી તા.27/4/2025 ના રોજ રાજ્યકક્ષાએ વિશેષ સન્માન પ્રાપ્ત થયું.
આ કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયો હતો.જ્યાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા અને સુરત જિલ્લા ના 32 શ્રેષ્ઠ આચાર્યો/શિક્ષકોને શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેર ડીંડોર તથા માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીના હસ્તે એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. એક્સપરિમેન્ટલ સ્કૂલ,સુરત એ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ, વૃક્ષારોપણ અભિયાન, શાળા કેમ્પસની સફાઈ અને પાણી સંચય માટેના પ્રયાસો, વૃક્ષ માટે વિદ્યાર્થી દત્તક યોજના, પંખીઓ માટે દાણા તથા રહેણાંક ઘર મુકવા,ગાય માટે રોટલી અભિયાન, પાણીના કુંડા સ્થાપિત કરવા વગેરે વિશ્વભરમા લેવાતી પર્યાવરણ સંવેદન શીલતાને બાળકના મનમાં નવા અભિગમોના રોપણ માટેની ઉચ્ચ કામગીરી કરવા માટે સન્માન પ્રાપ્ત કર્યું છે. શાળાના આચાર્યશ્રી કિશોરકુમાર એન.જાની તથા સંગીત/ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ. પટેલે આ એવોર્ડ મેળવીને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા સુરતનું ગૌરવ વધારેલ છે ગૌરવ વધારવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પદાધિકારીઓ તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.






