*શ્રી વાલ્મીકિ વિદ્યાલય વલથાણનું ગૌરવ*
તારીખ:27/04/2025 ને રવિવાર ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નો ” પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025 ” નો સન્માન સમારોહ ગાંધીનગર ટાઉનહોલમાં યોજવામાં આવયો હતો. તેમાં સમગ્ર ગુજરાત રાજ્ય ના વિવિધ તાલુકાઓ માંથી 2562 થી વધુ પર્યાવરણ પ્રેમીશિક્ષકો ભાઈઓ અને બહેનોની પસંદગી થયેલ હતી. જેમાં નચિકેત નિર્માણ ટ્રસ્ટ સંચાલિત શ્રી વાલ્મીકિ વિદ્યાલય વલથાણ,તા.,કામરેજ,જિ., સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને કણિયેટ ગામના વતની *શ્રી કિરણ ઈશ્વરભાઈ ટંડેલન* ને ” પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025 ” એનાયત કરવામાં આવયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ના માનવંતા શિક્ષણમંત્રી શ્રી ડૉ. કુબેર ડીઁડોર સાહેબ ના અધ્યક્ષ સથાને યોજવામાં આવયો હતો. જેમાં માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ, અનંતા એજ્યુકેશન ગાંધીનગર, બ્રહ્મસેવા સમાજ મહેસાણા વિવિધ સામાજિક પ્રશ્નોના ચેરમેન શ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શિક્ષણ ક્ષેત્રોની વિવિધ મહાન હસ્તિઓ જેવી કે શ્રી શૈલેષભાઈ રાજગોર, શ્રી ગજેન્દ્રકુમાર જોશી, શ્રી નરેન્દ્રભાઇ દવે, શ્રી કનુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનો સંપૂર્ણ સંચાલન મદનીશ સચિવ ગુ.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવશ્રી પુલકિત જોશી સાહેબ ની અથાગ મહેનત અને એમના ટીમના ખૂબ જ સફળ અને સક્રિય આયોજન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત આત્મીયતા ન્યુઝ : કામરેજ 9016924808






