જીલ્લામાં ગરમીને કારણે હીટવેવની સંભાવના સામે સાવચેતી પગલા અંગે બેઠક યોજવામાં આવી

તાપી જીલ્લામાં ગરમીને કારણે હીટવેવની સંભાવના સામે સાવચેતી પગલા અંગે બેઠક યોજવામાં આવી



કાયદો અને વ્યવથા તેમજ રોડ સેફટી જેવા મુદ્દાઓ અંગે કલેકટર સભાખંડમાં બેઠક યોજવામાં આવી

ગુજરાત આત્મીયતા ન્યૂઝ  :  બ્યુરો, તાપી, 

જિલ્લા સેવા સદન વ્યારામાં આજરોજ હીટવેવ સંભાવના, કાયદો અને વ્યવસ્થા તેમજ રોડ સેફટી જેવા મુદ્દાઓ માટે જે તે બાબતોના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ તમામ બેઠકો કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઈ હતો. હીટવેવ નોડલ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ હીટવેવ એક્શન પ્લાનની કેવા સંજોગોમાં અમલવારી કરવી તે અંગે સમજુતી આપી હતી. જિલ્લાના અધિકારીઓએ ઉનાળા દરમિયાન સરકારી કચેરીમાં આવનાર નાગરિકોને પાણી તથા શેડની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે દિશામાં કાર્ય કરવા અધિકારીઓને સુચન આપ્યું હતું. જાહેર સ્થળોએ પીવાના પાણી, રેસ્ટીંગ શેડ, મેડીસીન, ઓ.આર.એસ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું પ્રોવિઝન કરવા જણાવ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ વગેરે છાશ, લીંબુ પાણીનું વિતરણ કરે, ડી.જી.વી.સી.એલ દ્વારા વીજળીની સેવા યથાવત રહે તે સુનીચ્ચિત કરે, તેમજ જી.એસ.આર.ટી.સી મુસાફરોને પરિવહનમાં અગવડતા ન પડે તથા પ્રાથમિક જરૂરિયાત પૂરી પડી શકે તેવી વ્યવસ્થા કરવા અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડે જણાવ્યું હતું. નોડલ અધિકારીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરની દીવાલો સફેદ રાખવા અને ધાબા ગરમ ન થાય તેની સાવચેતી લેવા જાગૃતિ લાવવી જોઈએ આ અંગે જણાવ્યું હતું. શહેરી વિસ્તારોમાં આગ અને દુર્ઘટના ન થાય તે માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવી જોઈએ, વલનરેબલ સમૂહો, બાંધકામ કરતા વર્કર્સ, નાના બાળકો અને મહિલાઓને હીટવેવથી બચવા આરોગ્ય વિભાગ તેમજ પી.એચ.સી અને અર્બન હેલ્થ સેન્ટર ખાસ તકેદારી રાખવા અમલવારી કરે. હોસ્પીટલમાં હીટવેવની અસર થયેલ હોય તેવા દર્દી માટે બેડ ખાલી રાખવાની ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાને સાર્વજનિક સ્થળો, કામચલાઉ શેલ્ટર પર ગરમીના પ્રક્રોપથી બચી શકાય તેવી વ્યવસ્થા કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. હીટવેવ સામે સાવચેતી રાખવા અંગે નીબેઠક સાથે સાથે કાયદો અને વ્યવસ્થા તેમજ રોડ સેફટીની બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, પ્રાયોજના અધિકારીશ્રી જયંત રાઠોડ, મુખ્ય આરોગ્ય અધિકારી, આયોજન અધિકારી એઆરટીઓ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल