બારડોલી થી કડોદ ને જોડતો ધામળોડ રોડ તથા શાસ્ત્રી રોડ.જ્વાલાદેવી મંદિર . રામવાડી રોડ પર ચાલી રહેલ ખોડકામ ને લઈને સ્થાનિકોને  આવવા જવામાં મુશ્કેલીમાં વધારો થયો છે..

*બારડોલી થી કડોદ ને જોડતો ધામળોડ રોડ તથા શાસ્ત્રી રોડ.એરીયામા જ્વાલાદેવી મંદિર . રામવાડી રોડ પર ચાલી રહેલ ખોડકામ ને લઈને સ્થાનિકોને  આવવા જવામાં મુશ્કેલીમાં વધારો થયો*

 

બારડોલીના કડોદને જોડતો રોડ અને શાસ્ત્રી રોડ જવાલામુખી માતાજી મંદિર રામવાડી એરીયા માં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ઘણા મહિનાઓ પહેલાં પૂરી થઈ ગઈ છે. જો કે, ધામડોદ ગામની સીમમાં રેલવેલાઈન થી શિવાજી પૂતળા સુધીનો રોડનો એક ભાગ હજી પણ બંધ છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા રોડનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું નથી,

અને શાસ્ત્રી રોડ પર કામ ચાલુ કરી દીધો છે આ બંને રોડ પર મુશ્કેલી   કારણેબારડોલી થી કડોદ ને જોડતો ધામળોડ રોડ તથા શાસ્ત્રી રોડ.જ્વાલાદેવી મંદિર . રામવાડી રોડ પર ચાલી રહેલ ખોડકામ ને લઈને સ્થાનિકોને  આવવા જવામાં મુશ્કેલીમાં વધારો થયો* વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ પરેશાન છે.

મુશ્કેલીઓ:
* ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ: એક લેન બંધ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે અને અકસ્માતો થવાની સંભાવના વધી ગઈ છે.* રોજબરોજના અકસ્માતો: સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે સમયનો વ્યય: વાહનચાલકોને લાંબો સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલો કોને ઊંચા ટેકરા વાળા કાંકરાવાળા રસ્તા ના કારણે ઘણા બાઈક સ્કૂટર   સ્લીપ થતા લોકોને ઈજા થવા પામી છે

* ધૂળની સમસ્યા: પાઇપલાઇન નાખ્યા પછી રસ્તા પર માટીનું પુરાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહનોની અવરજવરથી ધૂળની ડમરીઓ ઉડે છે. આ ધૂળ વાહનચાલકો અને આસપાસની સોસાયટીના લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

* સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી: આજુબાજુ ૫૦થી વધુ સોસાયટીઓ અને ઘણા મોલ દુકાનો હોસ્પિટલ હોવાથી. સામાન લાવવા માતે . સારવાર માટે જવા માતે  સ્થાનિક રહીશો લોકોને અવરજવરમાં તકલીફ પડે છે.

* ધંધા પર અસર: રોડ બંધ રહેવાના કારણે દુકાનદારોના ધંધા પર પણ નકારાત્મક અસર પડી રહી છે.

* રખડતાં ઢોરની સમસ્યા: રસ્તા પર રખડતાં ઢોર પણ ટ્રાફિકમાં અવરોધ ઊભો કરે છે.
સ્થાનિક લોકો અને વેપારીઓએ માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગને ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

માર્ગ-મકાન વિભાગનું નિવેદન:
બારડોલી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દીપલ ચૌધરીએ જણાવ્યું છે કે મજૂરો ઉપલબ્ધ ન હોવાથી કામ અટકી ગયું હતું. તેમણે કહ્યું કે મજૂરો આવી ગયા છે અને આવતીકાલથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

સ્થાનિકો રહીશો વહેલી તકે રસ્તાનું સમારકામ કરીને બીજી લેન શરૂ કરવાની માંગ કરી રહ્યા છે જેથી તેઓને રાહત મળી શકે. આર.ટી.ઓ. નજીક પણ આવી જ સ્થિતિ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેઓને ડર છે કે

ખોદકામને કારણે ચોમાસામાં પણ મુશ્કેલી પડશે. લોકોની મુશ્કેલીઓ છતાં બારડોલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા નથી… શાસ્ત્રી રોડ રામવાડી રોડ પર હારમોની હાઈટ .સૃષ્ટિની આજુબાજુ 30 થી વધુ સોસાયટી. એપાર્ટમેન્ટ આવેલ છે શાસ્ત્રી રોડ થી કડોદ બારડોલી  બહાર  જવા માટે આજુબાજુના રોડ પર ઘણી જગ્યાએ ખોદકામ હજુ ચાલુ છે.. ચોમાસા પહેલા વહેલી તકે આ રસ્તાઓ ફરી બનાવવામાં આવે રીપેરીંગ કરવામાં આવે જેવી રહીશો ની માંગ ઉઠી છે

ગુજરાત આત્મીયતા ન્યુઝ : બારડોલી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल