નવસારી :- તારીખ ૧૫/૦૪/૨૦૨૫ મંગળવાર વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ (સૂચિત) દ્વારા માહ્યાવંશી ડે ની ઉજવણી ભૂતસાડ ખાતે મેડિકલ કેમ્પ યોજી કરવામાં આવી હતી.

નવસારી :- તારીખ ૧૫/૦૪/૨૦૨૫ મંગળવાર વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ (સૂચિત) દ્વારા માહ્યાવંશી ડે ની ઉજવણી ભૂતસાડ ખાતે મેડિકલ કેમ્પ યોજી કરવામાં આવી હતી

*કેમ્પ ની શરૂઆત કબિર આશ્રમ સુરત ના મહંત તુલસીદાસ સાહેબ ગામના સરપંચ દક્ષેષભાઈ વિજલપુરના વતની રીટાયર્ડ આર્મી મેન કમલેશભાઈ નિરાલીહોસ્પિટલ તેમ જ સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ નેત્ર મંદિર ના ડોક્ટર તેમ જ વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ (સૂચિત) ના પ્રમુખ સતિષકુમાર પટેલ ના હસ્તે સમાજ ના સપૂત એવા ડો. પી. જી. સોલંકી સાહેબ તેમ જ ડો બાબાસાહેબ આંબેડકર ને સુતરની આટી પહેરાવી ફુલ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી*

*મહંત તુલસીદાસ સાહેબ આશિર્વચન આપતા જણાવ્યું કે નવસારી ખાતે સમાજ પ્રોગ્રામ મા પ્રથમવાર આવવા નો અવસર મળ્યો તે બદલ આભાર વ્યકત કરી સમાજ ની હોસ્પિટલ જલ્દી બને એવા આશીર્વાદ આપ્યા*

*આ પ્રસંગે સુરત/બારડોલી/વાઝ/ ઉદવાડા/ગણદાવા થી સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા હાજર દરેક મહેમાનોનું વિશ્વ માહ્યાવંશી સમાજ ટ્રસ્ટ (સૂચિત) ના સભ્યો રાકેશભાઈ/નરેશ સોડીવાલા/તેમ જ પ્રમુખ  સતિષકુમાર દ્વારા ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું*

*કેમ્પ માં 85 પેશન્ટને આખની તપાસ કરી જેમાંથી 12 પેશન્ટને તારીખ ૨૦/૦૪/૨૦૨૫ મોતિયાનુ ઓપરેશન તેમ જ એક (૧) પેશન્ટને વેલનુ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે તેમ જ 32(બત્રીસ) પેશન્ટને રાહત દરે ચશ્માં નું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નિરાલીહોસ્પિટલ દ્વારા બાળકો ની તપાસ કરવામાં આવી હતી*

*કાર્યક્રમ ના અંતે વિશ્વ માહ્યાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ(સૂચિત) ના પ્રમુખ સતિષકુમાર લાલજીભાઈ પટેલે આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનારા દરેક નો આભાર માની ટ્રસ્ટ નો મુખ્ય ઉદેશ્ય સમાજની હોસ્પિટલ બનાવવાનો છે જેમાં સમાજની અમદાવાદ થી મુંબઈ સુધી ની દરેક સંસ્થાઓ પાસેથી સહકાર ની અપેક્ષા રાખી છે

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल