*કામરેજ ની રામકબીર શાળામાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા*

*શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત ધિ. કે. વી. કો. ઓ.મા.શાળા (રામકબીર હાઈસ્કુલ) મા ધોરણ 9 થી 12 મા 90,000 જેટલી ખુબજ* *ઉંચી સ્કોલરશિપ મેળવવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે ની પરીક્ષા નુ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતુ. જેમાં કુલ 383 વિદ્યાર્થીઓ પૈકી 315 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી* *હતી. દરેક પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક અને પુષ્પ અર્પણ કરી, ચોકલેટ વડે મો મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા*. *આવકારવા માટે વિહાણ હાઈસ્કુલ ના નિવૃત શિક્ષકશ્રી ગિરીશભાઈ પટેલ, સરકારી પ્રતિનિધિશ્રી હિતેશભાઈ ઢીંમર, શાળા ના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ , ઉ.મા. વિભાગ ના* *નિરીક્ષક શ્રી કેતનભાઈ દેસાઈ તેમજ રામકબીર શાળા ના કર્મયોગીમિત્રો હાજર રહ્યા હતા*.
*પરીક્ષા ના સુંદર આયોજન માટે પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભક્ત, માનદમંત્રીશ્રી પરેશભાઈ ભક્ત , ખજાનચીશ્રી જિગ્નેશભાઈ ભક્તે શાળા ના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ તેમજ સમગ્ર રામકબીર શાળા પરિવાર ને અભિનંદન અને વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી*.
ગુજરાત આત્મીયતા ન્યુઝ: કામરેજ :તંત્રી : હિમાશુસિંહ ઠાકોર :- 9016924808






