ભારતમાતા ના પનોતા પુત્ર ક્રાંતિવીર શ્રીસરદારસિંહ રાણાને જન્મજયંતી નિમિત્તે સાદર શત શત નમન..

ક્રાંતિવીર શ્રી સરદારસિંહજી રાણા નો જન્મ ૧૦ એપ્રિલ ૧૮૭૦નાં સુરેન્દ્રનગર જિલ્લાના કંથારીયા ગામમાં થયો હતો, પણ કોને ખબર હતી કે આ બાળક મોટુ થઈને ભારતની આઝાદી માટે આખા યુરોપને ખળભળાવી મુકે એવા પરાક્રમો કરશે, લંડન ખાતે ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં રાણાજીનો સિંહફાળો હતો, તેમજ લંડનમાં મદનલાલે કર્ઝન વાયલીને ઠાર માર્યો એ રીવોલ્વર પણ રાણાજીની હતી, ભારતમાં બોમ્બ અને પિસ્તોલ યુગ શરૂકરનાર રાણાજી હતાં, ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ માં ભારતનો પ્રથમ તિરંગો લહેરાવનાર મેડમ કામા અને સરદારસિંહ રાણા હતાં, રાણાજીની અનેક ક્રાંતિપ્રવૃતિઓને લીધે અંગ્રેજ સરકારે રાણાજીને ભારત આવવા પર પ્રતિબંધ લગાડ્યો, આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીમાં લોકસભામાં ૬૦ થી વધારે સાંસદો એવા હતાં જે રાણાજીની સ્કોલરશીપથી ભણ્યા હતાં, ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે પંડિત નહેરુએ રાણાજીને પત્ર લખ્યો કે તમારુ સપનું સાકાર થયું છે, અને પંડિત જવાહરલાલ નહેરુએ ખાસ વિમાન માં બેસાડીને રાણાજીને ભારતમાં આવકાર્યાં,
પરંતુ આજે કોઈ રાજકીય અને સામાજિક કારણોસર ઝાલાવાડ ના આવા મહાન ક્રાંતિવીરનું નામ ભુલાવી દબાવી દેવામાં આવ્યું છે.






