સુરતઃ ઓલપાડ

કીમ હિન્દૂ યુવા સંગઠન દ્વારા આજરોજ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર સંભાજી મહારાજના જીવનચરિત્ર પર આધારીત ફિલ્મ “છાવા” કીમના લક્ષ્મી સિનેમા ખાતે નિઃશુલ્ક બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણા પૂર્વજોએ રાષ્ટ્રને અખંડ રાખવા તેમજ સ્વરાજ માટે અનેક સંઘર્ષો કર્યા છે.તેમના બલિદાનનો સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઇ આજની વર્તમાન પેઢી પણ પોતાનું કર્તવ્ય સમજી રાષ્ટ્ર-સમાજના ઉત્થાન માટે કાર્યરત થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કીમ વિસ્તારના 700 થી વધુ લોકોએ આ ફિલ્મ નિહાળી છત્રપતિ સંભાજી મહારાજના જીવન ચરિત્રનો સાચો ઇતિહાસ જાણ્યો હતો.
ગુજરાત આત્મીયતા ન્યુઝ ઓલપાડ કિમ
Mo 9026924808 : તંત્રી :- હિમાશુસિંહ ઠાકોર






