ધી આછોદ સાર્વજનિક હાઇસ્કુલના આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆ સાહેબનું રાજ્ય કક્ષાએ સન્માન

કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો.
ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની સ્થાપના 1975 માં થઈ હતી અને 2025 માં 50 વર્ષ પૂર્ણ થતા 50 વર્ષની ગોલ્ડન જુબલીટી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્કવેટ હોલ આણંદ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં આશીર્વચન માટે શુકદેવપ્રસાદ સ્વામી ગોકુલધામ નાર , ગુજરાત સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકી , ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આણંદ ,ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સોજીત્રા , ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પેટલાદ તત્વચિંતક , લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંધાણી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને આર્કિટેક મયંક રાવલ ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ , અશોકભાઈ ખાંટ , કેળવણી મંડળ તારાપુરના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ , કલા શિક્ષક સંઘના આધ્યસ્થાપક અરવિંદભાઈ વાકાણી , નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફરેશન દલપતભાઈ પઢિયાર , સૌમ્યા દેબ હઝરા આસી. ડાયરેક્ટ માર્કેટિંગ કર્ણાવતી યુનિ. પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી , ચિત્રકાર કલેંદુ મહેતા વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનો શાબ્દિક પરિચય આપ્યો હતો. શુકદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રુચિ ના વિષયમાં આગળ આવે અને માતા પિતાએ તેઓનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે છે તેમ જણાવ્યું હતું. નાયબ દંડક રમણભાઈ સોલંકી એ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો ને ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ચિત્રકલાનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના જે કોઈ બે ત્રણ પ્રશ્નો છે તેને ઉકેલની દિશામાં વિચારાશે અને આગળ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લામાંથી 6,000 થી વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવા બદલ રાજ્યના શ્રેષ્ઠ કન્વીનર તરીકે તેમજ આચાર્ય બનવા બદલ ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલ આછોદના આચાર્ય શ્રી ઉસ્માન સુતરીઆ સાહેબનું એવોર્ડ , સર્ટિ , મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત આત્મીયતા ન્યુઝ :- આણંદ
એડીટર :- હિમાંશુસિંહ ઠાકોર : મો :- 9016914808






