બારડોલી ના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી

બારડોલી ના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી

 

શિવરાત્રિનાં દિવસે શુદ્ધ ઘી નુ કમળ બનાવવા આવ્યુ અને મહાદેવ ની પ્રતિમા બનાવવામાં આવી છે. બારડોલી શહેરના ખૂબ મોટી સંખ્યામાં તથા આજુબાજુ ગામના શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રી નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી કહેવાય છે કે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરત ઉપર ચડાઈ કરતા ત્યારે તેમનુ સૈન્ય અહીં કેદારેશ્વર મંદિર ખાતે રોકાતુ અને વિશ્રામ કરતું હતું શિવાજી મહારાજ કેદારેશ્વર મહાદેવને અભિષેક કરી પુજા દર્શન કરીને મંદિર ઉપર ધજા ચઢાવવામાં આવતી ત્યાર બાદ જ શિવાજી મહરાજ સુરત જતા હતા. આવા અનેક ઇતિહાસ નુ સાક્ષી છે આ પૌરાણિક મંદિર છે મંદિર માં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે ક્યારે પ્રગટ થયું છે તે હાલમાં  700 વર્ષ સમય પૂર્વ નુ મંદિર છે જેવો ઉલ્લેખ છે પણ કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગ ના દર્શન જેટલું કેદારેશ્વર મહાદેવ ના દર્શન નું મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન તથા દર સોમવારે શિવ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल