કેવડિયા ખાતે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય ના આણંદ બાકરોલ મંદિર AVD ના ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ના આધ્યાત્મિક વારસાનાં જયોતિ ધર પ્રબોધ જીવન સ્વામીજી આજરોજ સમગ્ર સંતો સહિત “સ્ટેચ્યુ ઓફ યુનિટી “ની મુલાકાતે પધાર્યા..





બાકરોલ વિદ્યાનગર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરી પ્રબોધ જીવન સ્વામી અને સમગ્ર સંતગણો સાથે આજરોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્મારકની મુલાકાત લીધી અને કેવડિયા ખાતે લેઝર લાઈટ એકતા નર્સરી સરદાર વલ્લભભાઈ પટેલ નું મ્યુઝિયમ ને સ્વામીજીએ નિહાળ્યું હતું તથા માલધા ખાતે સત્સંગ સભા પરાવાણી દર્શનનો લાભ સર્વે ભક્તોને આપ્યો હતો. .
ગુજરાત આત્મીયતા ન્યુઝ કેવડિયા : રાજપીપલા






