ઓલપાડ. કોબા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો


ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણા દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો કયાં મળે ? તેનો જવાબ છે આ આનંદ મેળો એટલા માટે જ આજરોજ અમારી શાળામાં આનંદ મેળો રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે સુંદર આનંદ મેળાનું આયોજન અમારી શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં ધો. 6 થી ધો. 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ આનંદ મેળામાં 21 સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા.
આ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતના સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ્લે 21 વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.આનંદ મેળાની શરૂઆત સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી. આનંદ મેળાની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી આનંદ મેળાનો ભરપુર લાભ લીધો હતો. આ આનંદમેળા દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની વિશેષતા અને સમજદારીનો ઉપયોગ કરીને કેવી રીતે ગ્રાહકોને આકર્ષિત કરાય તે અમને સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું.






